કાર્યવાહી:વિસનગર ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં દારૂની મહેફીલ માણતાં 8 નબીરાઓની ધરપકડ

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિસનગરના શખ્સ અમદાવાદના શખ્સોએ દારૂની મહેફીલ કરી
  • દારૂની 5 બોટલો, 10 મોબાઇલ સહિત રૂ.33,920નો મુદ્દામાલ જપ્ત કર્યો

વિસનગરની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના રહેણાંક મકાનમાં દારૂની મહેફિલ માણતા 8 શખ્સોને પોલીસે ઝડપી લઇ દારૂની બોટલો, 10 મોબાઇલ સહિત રૂ.33,920નો મુદ્દામાલ કબજે લીધો હતો. શહેરની મહેસાણા રોડ ઉપર આવેલી ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા પટેલ પંકજ કાંતિલાલ તેના મિત્રો સાથે દારૂની મહેફીલ માણી રહ્યા હોવાની શહેર પોલીસને બાતમી મળી હતી.

જેના આધારે પોલીસે રેડ કરતાં પંકજ કાંતિલાલ પટેલ (ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, વિસનગર), સ્નેહલ જયંતીભાઈ (નીલમપાર્ક સોસાયટી, મેમનગર અમદાવાદ), રાહુલ રામપ્રસાદ શર્મા (ગીતા એપાર્ટમેન્ટ, રાણીપ, અમદાવાદ), મૌલિક જીતેન્દ્રભાઈ પટેલ (વિસનગર), નયન નવીનચંદ્ર પટેલ (નિલમપાર્ક સોસાયટી, અમદાવાદ), કેતન સુમનચંદ્ર બ્રહ્મભટ્ટ (સુકૃતિ બંગ્લોઝ, થલતેજ અમદાવાદ), કલ્પેશ હરવદનભાઈ (હરીવાલા એપાર્ટમેન્ટ ચાંદલોડિયા, અમદાવાદ), કાન્તિ મુલચંદદાસ પટેલ (ઇન્દ્રપ્રસ્થ સોસાયટી) નશો કરેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે ઘરમાંથી દારૂ બિયરની 5 બોટલો 10 મોબાઇલ મળી33,920નો મુદ્દામાલ કબજે લઈ ઝડપાયેલા આઠે શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...