હુકમ:8 પીઆઈ-પીએસઆઈની જિલ્લામાં આંતરિક બદલી, એસપીએ તાત્કાલિક અસરથી બદલી કરી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા 1 પીઆઈ અને 7 પીએસઆઈની આંતરીક બદલી કરવામાં આવી છે. તાત્કાલિક અસરથી બદલી કરીને હુકમનો અમલ કરવા એસપી દ્વારા તાકીદ કરાઈ છે. મહેસાણાનાં બી.એલ.મહેરીયા (પીઆઈની મહિલા પો સ્ટેથી મહેસાણા વિસનગર તાલુકા, ડી.એમ.દેસાઈ (પીએસઆઈ)ની જિલ્લા ટ્રાફિક શાખાથી મહિલા પો સ્ટે.,મહેસાણા, કે.બી.લાલકા (પીએસઆઈ) વિસનગર તાલુકાથી જિલ્લા ટ્રાફિક શાખા, જે.એસ.રબારી (પીએસઆઈ)ની આઈયુસીએડબલ્યુથી ખેરાલુ, આર.કે.પાટીલ (પીએસઆઈ) ઊંઝાથી સતલાસણા, આર.એસ.દેવરે (પીએસઆઈ) સતલાસણાથી ઊંઝા, પી.આર.સોલંકી (પીએસઆઈ) લીવ રિઝર્વથી એલઆઈબી અને વી.એન.રાઠોડ (પીએસઆઈ) એલઆઈબીથી એસઓજીમાં જિલ્લા પોલીસ વડા દ્વારા બદલી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...