શકુનિઓની ધરપકડ:વિજાપુરમાંથી 8,બળવંતપુરામાંથી 6 જુગારી ઝબ્બે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે બંને જગ્યાએથી રૂ.40 હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી

નવા વર્ષમાં જ જુગાર રમી રહેલા વિજાપુર શહેરના ડફેર દંગામાંથી 8 અને મહેસાણા તાલુકાના બળવંતપુરા ગામેથી 6 જુગારીઓને પોલીસે જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પેટ્રોલિંગમાં નીકળેલી લાંઘણજ પોલીસે બાતમીને આધારે મહેસાણા તાલુકાના બળવંતપુરા ગામે પ્રાથમિક સ્કૂલના પાછળના ખુલ્લા ખરાબામાં રેડ કરીને જુગાર રહી રહેલા 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા.

જ્યારે અન્ય એક કેસમાં વિજાપુરના ઝવેરી રોડ પર આવેલા ડફેર દંગામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા 8 જેટલા શખ્સો પીઆઇ વનરાજસિંહ ચાવડા અને તેમની ટીમના હાથે હાથે ઝડપાઈ ગયા હતા પોલીસે બંને જગ્યાએથી 40 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી તમામ જુગારીઓ સામે જુગારધારા કલમ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

બળવતપુરા ગામેથી ઝડપાયેલા જુગારી
1. ભાવિક ભરતભાઈ પટેલ મૂળ રહે. બળવંતપુરા પટેલ વાસ હાલ રહે નરોડા અમદાવાદ
2. કેતનભાઇ ડાહયાભાઈ પટેલ હાલ રહે મણિનગર સોસાયટી મોઢેરા રોડ મહેસાણા
3. હસમુખભાઈ શંકરભાઈ પટેલ રહે બળવંતપુરા
4. પ્રવીણજી પ્રહલાદ જી ઠાકોર
5. ભીખાજી રવાજી ઠાકોર
6. બલુજી શંકરજી ઠાકોર,ત્રણેય રહે બળવંતપુરા તાજી મહેસાણા

​​​​​​​​​​​​​​વિજાપુરમાંથી ઝડપાયેલા જુગારી
1. નૂર મહંમદ અબ્બાસ મિયાં શેખ રહે પશુ દવાખાનાની સામે
2. ગુલામ મહંમદ લીયાકત અલી સૈયદ રહે છાપરીયા વાસ
3. સહીદ અહેમદ ફજુમીયા સૈયદ રહે મન્સૂરી મસ્જિદ પાસે
4. સાજન અલ્લાહરખા સિંધી રહે ડફેર દંગા
5. દશરથજી ઉર્ફે લાલાજી તલાજી ઠાકોર રહે કરબટિયા તા.વડનગર
6. હનીફભાઈ મહંમદભાઈ બહેલીમ રહે કસાઈ વાડા મસ્જિદ પાસે
7. કાદરભાઈ મહંમદભાઈ બહેલીમ
8. સાકીર હુસેન ઈમા ભાઈ મલેક,રહે વિજાપુર

અન્ય સમાચારો પણ છે...