મહેસાણા જિલ્લામાં શુક્રવારે કોરોનાના 79 કેસ નોંધાયા હતા. એકસાથે 10 તાલુકામાંથી સંક્રમિતો મળ્યા હોય તેવું ચોથી લહેરમાં પ્રથમ વખત એવું બન્યું હતું. 79 કેસ પૈકી 18 કેસ શહેરી વિસ્તારમાંથી અને 61 કેસ ગ્રામ્ય વિસ્તારમાંથી મળ્યા હતા. જેમાં સૌથી વધુ 24 કેસ મહેસાણા અને 21 કેસ વિજાપુર પંથકના રહ્યા હતા.
આ ઉપરાંત વડનગરમાં 10, ખેરાલુમાં 7, કડીમાં 6, જોટાણામાં 5, ઊંઝામાં 3, વિસનગર, બહુચરાજી અને સતલાસણામાં 1-1 કેસ નોંધાયો હતો. બીજી બાજુ સારવાર લઇ રહેલા 66 દર્દીઓ સ્વસ્થ થતાં આરોગ્ય વિભાગે તેમને ડિસ્ચાર્જ કર્યા હતા. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા 1807 શંકાસ્પ સેમ્પલ સાથે કુલ 1981 સેમ્પલનો રિપોર્ટ પેન્ડીંગ રહ્યો છે.
પાટણ જિલ્લામાં ગુરુવારે કોરોનાના નવાં 15 કેસ નોંધાયા હતાં.જેમાં 11 યુવક યુવતીઓ કોરોના સંક્રમિત બની હતી. ચોવીસ કલાકમાં 20 દર્દીઓ સ્વસ્થ થતા હાલમાં 153 કેસ એક્ટિવ છે. જિલ્લામાં 1336 લોકોના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. જેમાં 15 ના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા. જેમાં પાટણ શહેરમાં આનંદ નગરમાં 2 કેસ, હસ્તિનાપુર વિસ્તારમાં 1 તેમજ ધારપુર ગામમાં 6, બાલીસણા ગામમાં 1 મળી તાલુકામાં 10 કેસ, ચાણસ્માના સેઢાલ ગામમાં 2 અને બ્રાહ્મણવાળા અને સમીસા ગામમાં 1-1 કેસ તેમજ હારીજ તાલુકાના કાતરા ગામમાં 1 કેસ નોંધાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.