માંગણી:ઉત્તર ગુજરાતમાં GETCO-UGVCLના ટેકનિકલ 7850 કર્મી છ મુદ્દાને લઈ આંદોલનના માર્ગે

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંગણીઓ હલ નહીં થાય તો ગુજરાતમાં અંધારપટ કરવાની ફરજ પડશે તેવી ચીમકી
  • વર્ગ 4માંથી વર્ગ 3માં સમાવો, ફિલ્ડ એલાઉન્સ, નોકરીના કલાકો ફિક્સ કરો સહિતની માંગણીઓ

જી.યુવી.એન.એલના તાબા હેઠળની સાતેય વીજ કંપનીઓ તેમજ જેટકોમાં ફરજ બજાવતા વીજ ટેકનિકલ કર્મચારીઓ દ્વારા વર્ગ 4 માંથી વર્ગ 3માં સમાવો સહિતની સાત માંગણીઓ હલ ન થતાં વીજ કંપની વિસ્તારની કલેકટર કચેરીએ આવેદન આપીને સોમવારથી આંદોલનના મંડાણ કરાયા છે. જેના ભાગરૂપે ઉત્તર ગુજરાત વીજ કંપનીના 3850 અને વિસ્તારમાં જેટકોના 3200 મળીને કુલ 7850 વીજ ટેકનીકલ કર્મચારીઓએ સોમવારે મહેસાણામાં અરવિંદ બાગથી રેલી કાઢીને કલેક્ટર કચેરીએ આવેદન આપીને માંગણીઓ રજૂ કરી હતી. પડતર માંગણીઓ હલ નહીં થાય તો ગુજરાતમાં અંધારપટ્ટ કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

મહેસાણામાં મુખ્યમંત્રીને સંબોધીને આવેદન આપીને રજૂઆત કરતાં વીજ ટેકનિકલ કર્મચારીઓએ કહ્યું કે, કોરોના, પુર, વાવાઝોડાની સ્થિતીમાં પણ હેલ્પર તરીકે મહત્વની ટેકનીકલ કામગીરી કરવા છતાં અગત્યની માંગણીઓ પ્રત્યે ઉદાસીનતા સેવાઇ રહી છે.ઇલેકટ્રીકલ આસીસ્ટન્ટને કુશળ કર્મચારી ગણી વર્ગ 4માંથી વર્ગ 3માં સમાવી મળવાપાત્ર તમામ લાભો આપી અસમાનતા અને વિસંગતતા દૂર કરવા માંગણી છે. મીટર રીડરને અપગ્રેડ કરી જુનિયર આસીસ્ટન્ટ બનાવવામાં આવેલ છે. જે વર્ષ 2003માં તેમનો પે સ્કેલ સુધારવામાં આવેલ છે. જે મુજબ આસીસ્ટન્ટ લાઇનમેન અને એસબીઓને થતાં અન્યાયમાં ન્યાય આપીને પે સ્કેલ સુધારો.

જીયુવીએનએલની વિવિધ કંપનીમાં લાઇન નેટવર્ક ગ્રાહકોના ખામીયુક્ત વિદ્યત ઉપકરણ, હલકી ગુણવત્તાવાળુ મટેરીયલ, કુદરતી આફતોમાં ટેકનિકલ કર્મીઓની ઘટમાં કામના સતત ભારણના કારણે કર્મીઓ ઉપર ફરજ બજાવવાનું જાનનું જોખમ રહેતુ હોય છે. છતાં સૈનિકની જેમ ફરજ બજાવતા હોય છે. ત્યારે ટેકનિકલ વીજ કર્મીઓને 20 ટકા લેખે લાઇફ રિસ્ક એલાઉન્સ આપો.ઓવરટાઇમ તેમજ કામના કલાકો ફિક્સ કરો. વીસી ઇલેકટ્રીકલ આસીસ્ટન્ટને ગુજરાત સરકારના જાન્યુઆરી 2017ના ઠરાવ મુજબ પગારધોરણ આપવાની માંગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...