રાજ્યના લોકોને રૂ.5 લાખ સુધીની મેડિકલ સારવાર કેસલેસ અને તદ્દન મફત મળી રહે તે માટે સરકાર દ્વારા આયુષ્માન કાર્ડની યોજના અમલમાં છે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં 7.82 લાખ આયુષ્માન કાર્ડ લોકોને આપી 85% કામગીરી સાથે મહેસાણા જિલ્લો પ્રથમ નંબરે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 12 મહિના પૈકી માત્ર છેલ્લા 2 મહિનામાં જ જિલ્લા આરોગ્ય તંત્રએ 60% કામગીરી કરી હતી. રાજ્ય સરકારના અભિગમ મુજબ વધુમાં વધુ લોકોને આયુષ્માન કાર્ડ મળે તે હેતુથી કામગીરી કરવાનો દરેક જિલ્લાઓને ટાર્ગેટ અપાયો હતો.
ત્યારે વધુ વસ્તી ધરાવતા અમદાવાદ જિલ્લો 45% કામગીરી સાથે 27મા, કચ્છ 40% કામગીરી સાથે 33મા અને બનાસકાંઠા 41.7% કામગીરી સાથે 32મા નંબરે આવ્યા છે. ત્યારે મહેસાણા જિલ્લો છેલ્લા 12 મહિનામાં 7.82 લાખ આયુષ્માન કાર્ડ લોકોને આપી 85% કામગીરી સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર મહિના સુધી માત્ર 25% કામગીરી કરનાર જિલ્લા આરોગ્ય તંત્રએ સતત 100 દિવસ સુધી ડ્રાઇવ કરી પાછળના માત્ર 2 મહિનામાં 60% જેટલી કામગીરી કરી છે.
તાલુકા વાઇસ સમીક્ષા કરી વ્યક્તિગત સંપર્ક કરાયો છે:ડીડીઓ
ડીડીઓ જિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમ પ્રકાશે જણાવ્યું કે, તાલુકા વાઇઝ સમીક્ષા કરાઇ હતી અને આયુષ્માન કાર્ડ માટે સૌથી અગત્યનું ડોક્યુમેન્ટ એવું આવકનો દાખલો કાઢવા માટે તાલુકા વિકાસ અધિકારીથી લઇ તલાટી સુધી સૂચનાઓ અપાઈ હતી કે કાર્ડ કઢાવવા માટેનો આવકનો દાખલો પ્રાયોરિટી બેઝ ઉપર ઝડપથી કાઢી આપો અને જે કાર્ડ લોક થઈ ગયા હતા તે કાર્ડના લોકોનો વ્યક્તિગત સંપર્ક કરી અનલોક કરાયા. ગ્રામ્ય સ્તરે તમામ સરપંચોનો સંપર્ક કરી આયુષ્માન કાર્ડ ના નીકળ્યા હોય તેની યાદી બનાવી ડાયરેક્ટ વ્યક્તિગત સંપર્ક કરી કાર્ડ કાઢી આપતાં 85% કામગીરી સાથે મહેસાણા જિલ્લો છેલ્લા કેટલાક મહિનાઓથી ટોપ ઉપર રહ્યો છે. જે કાર્ડ બાકી રહી ગયા છે તેમાંથી મોટાભાગના લોકો સ્થળાંતર કરી ચૂક્યા છે.
આ રીતે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ 85 % કામગીરી કરી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.