તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:નાગલપુરમાં મકાનમાંથી 78 હજારની મત્તા ચોરાઇ

મહેસાણા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચિસ્તિયાનગરનો પરિવાર બહારગામ ગયો હતો
 • રૂ.36500ની રોકડ અને રૂ.42 હજારના દાગીના ગયા

મહેસાણા શહેરના નાગલપુર વિસ્તારમાં આવેલા ચિસ્તિયા નગરના બંધ મકાનને ચોરોએ નિશાન બનાવ્યું હતું. આ બંધ મકાનમાં ઘૂસી ચોરો રૂ.36500ની રોકડ અને દાગીના સહિત રૂ.78 હજારની મત્તા ચોરી ગયા હતા. જે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

નાગલપુરના ચિસ્તિયાનગરમાં રહેતાં ફરીદાબેન ઐયુબભાઇ નાગૌરીનું મકાન ગત તા.2 થી 5 ડિસેમ્બર સુધી બંધ હતું. ઘરે કોઇ ન હોઇ ચોરોએ તેમના ઘરને નિશાન બનાવ્યું હતું. જેમાં ચોરોએ રૂ.36500ની રોકડ અને રૂ.42 હજારની કિંમતના સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.78500 મત્તાની ચોરી કરી નાસી છુટ્યા હતા. ફરીદાબેન પરત આવતાં ઘરમાં સામાન વેરણ છેરણ પડેલો હોઇ ચોરી થયાનું જણાતાં તેમણે ઘરમાં તપાસ કરતાં 78500ની મત્તા ચોરાઇ હોવાનું માલુમ પડ્યું હતું. આથી તેમણે બી ડિવિઝન પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવતાં કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો