તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઈ:ઊંઝાના વેપારી પાસે વિવિધ એપ ડાઉનલોડ કરાવી 7.80 લાખ ઠગ્યા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગૂગલ સર્ચ ઉપર બેન્કનો કસ્ટમર કેર નંબર સર્ચ કરતાં પહેલાં ચેતજો
  • કસ્ટમર કેરના નામે વાત કરનાર મનીષ મિશ્રા નામે ઠગ સામે ગુનો

ગૂગલ સર્ચ એન્જિન પર બેન્કનો કસ્ટમર કેર નંબર સર્ચ કરતાં પહેલાં ચેતી જાજો. ઊંઝાના એક વેપારીએ ગૂગલ ઉપર સર્ચ કરી કસ્ટમર કેર ઉપર વાત કરતાં મોબાઈલમાં વિવિધ એપ ડાઉનલોડ કરાવી તેમના ખાતામાંથી ગઠિયો રૂ.7.80 લાખ ઉપાડી ગયો છે. વેપારીએ મનીષ મિશ્રા નામના શખ્સ સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.ઊંઝા સાંઈક્રિષ્ના બંગલોઝમાં રહેતા જયંતિભાઈ વિઠ્ઠલદાસ પટેલે 6 ઓગસ્ટના રોજ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ક્રેડીટકાર્ડના નવા પિન નંબર માટે ગૂગલ સર્ચ એન્જિન ઉપર કસ્ટમર કેર નંબર સર્ચ કરતાં 180041204283 નંબર મળ્યો હતો.

આ નંબર ઉપર વાત કરતાં કસ્ટમર કેરમાંથી મનીષ મિશ્રા નામ કહ્યું હતું. તેણે જયંતિભાઈ સાથે વાત કરી મોબાઈલમાં એનીડેસ્ક એપ, યોનો એસબીઆઈ એપ, ફોન પે એપ, એસબીઆઈ કાર્ડ એપ અને એસએમએસ ફોરવર્ડર ઓટો ફોરવર્ડ એસએમએસ ટુ પીસી ઓર ફોન ડાઉનલોડ કરાવી હતી. આ તમામ એપ ડાઉનલોડ કરાવ્યા બાદ રાત્રે જયંતિભાઈના એસબીઆઈના ખાતામાંથી રૂ. 7,80,597 ઉપાડી લીધા હતા. જયંતિભાઈને છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. તેથી સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...