તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષક સજ્જતા સર્વેક્ષણ:પહેલીવાર લેવાયેલી કસોટીમાં 77% શિક્ષકો ગેરહાજર

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સર્વેક્ષણ મરજિયાત હોઇ ઉ.ગુ.માં માત્ર 22 ટકા શિક્ષકો જ જોડાયા - Divya Bhaskar
સર્વેક્ષણ મરજિયાત હોઇ ઉ.ગુ.માં માત્ર 22 ટકા શિક્ષકો જ જોડાયા
  • મહેસાણા જિલ્લામાં 23 %, પાટણમાં 17 %, બનાસકાંઠામાં 14 %, સાબરકાંઠામાં 25%, અરવલ્લીમાં 30% શિક્ષકો જોડાયા.
  • રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પહેલેથી જ બહિષ્કાર જાહેર કરેલો હોઇ101 ક્લસ્ટરમાં વર્ગખંડ ખાલી રહ્યા, મહેસાણા તાલુકામાં 71% ગેરહાજરી

મહેસાણા જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટે મંગળવારે યોજાયેલા શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં માત્ર 22.67 ટકા શિક્ષકો જોડાયા હતા. જેમણે એમસીક્યુ સર્વેક્ષણ અને 400 શબ્દોમાં અભિપ્રાય રજૂ કર્યો હતો. જ્યારે 77.33 ટકા શિક્ષકો આ મરજિયાત સર્વેક્ષણથી અળગા રહેતાં મોટાભાગનાં વર્ગખંડ ખાલીખમ જોવા મળ્યા હતા. આ સર્વેક્ષણને પરીક્ષા જેવું રૂપ ગણાવી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પહેલેથી જ બહિષ્કાર કર્યો હતો. બીજી તરફ પ્રાથમિક શિક્ષક સંઘ સર્વેક્ષણની તરફેણમાં રહ્યો હતો. દરમિયાન, નવરચિત શૈક્ષિક સંઘે શિક્ષણ બોર્ડના આ સર્વેક્ષણનો ફિયાસ્કો થયા હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, મરજિયાત સર્વેક્ષણમાં માત્ર 22.67 ટકા શિક્ષકો જ જોડાયા હોઇ હવે આ સર્વેક્ષણનાં તારણો પરથી તાલીમ માપદંડ જેવી બાબતો કેવી રીતે નક્કી થશે તેને લઇ શિક્ષકોમાં ચર્ચા ઊઠી છે.

મહેસાણા જિલ્લાની 996 પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા 6900 શિક્ષકો માટે 101 ક્લસ્ટર કક્ષાએ બપોરે 2 થી 4માં શિક્ષક સજ્જતા સર્વેક્ષણનું આયોજન કરાયું હતું. જ્યાં સુપરવાઇઝર તરીકે માધ્યમિક તેમજ ઉ.મા.ના આચાર્યો, સિનિયર સ્ટાફ ફરજમાં મૂકાયો હતો. એક બ્લોકમાં 20 શિક્ષક માટે બેઠક વ્યવસ્થા કરાઇ હતી. પરંતુ મોટાભાગના બ્લોક બિલકુલ ખાલી હતા, તો કેટલાક બ્લોકમાં પાંખી હાજરી જોવા મળી હતી.

મહેસાણા શહેરમાં હૈદરીચોક મોડલ સ્કૂલમાં લાખવડની 8 શાળાના કુલ 66 પૈકી 23 શિક્ષકો જ સર્વેક્ષણમાં જોડાયા હતા. મહેસાણા કન્યા શાળા નં.1માં 6 શાળાના 63 પૈકી માત્ર 4 શિક્ષકોએ ભાગ લીધો હતો. મહેસાણા પોલીસ હેડ ક્વાર્ટર શાળા નં.3માં 9 શાળાના 87 પૈકી 23 શિક્ષકો અને મહાશક્તિ ગ્રાઉન્ડ નજીક શાળા નં.5માં 53 પૈકી માત્ર 3 શિક્ષકો સર્વેક્ષણમાં જોડાયા હતા.

જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘનો દાવો, શિક્ષકોએ સરકારના સર્વેક્ષણને નકાર્યો
જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોએ સ્વયંભૂ સર્વેક્ષણનો બહિષ્કાર કર્યો છે. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ શિક્ષકોના પડખે રહ્યો છે. મોટાભાગે શિક્ષકો સર્વેક્ષણમાં જોડાયા નથી તેમ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પ્રમુખ મુકેશ ચૌધરીએ કહ્યું હતું.

જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનના મત વિસ્તાર પાંચોટમાં 100%શિક્ષકો જોડાયા
જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મુકેશભાઇ પટેલના મત વિસ્તાર પાંચોટના ક્લસ્ટર કેન્દ્રમાં આવતી શાળાઓના તમામ 66 શિક્ષકો શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં હાજર રહ્યા હોવાનું સૂત્રોએ કહ્યું હતું.

તાલુકાદીઠ શિક્ષકોની હાજરી-ગેરહાજરી

તાલુકોશિક્ષકોગેરહાજરહાજરગેરહાજર
વિસનગર7857582796.56%
વડનગર6616144792.88%
ખેરાલુ6135664792.33%
ઊંઝા5425420100%
જોટાણા3342518376%
બહુચરાજી4413598281.41%
વિજાપુર84831653237%
સતલાસણા4783799979.29%
મહેસાણા126488937571%
કડી102273628672%
કુલ69885410157877.41%

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...