તસ્કરી:અજમેર-બાન્દ્રા ટ્રેનમાંથી 76 હજાર ભરેલું પર્સ ચોરાયું, મહિલા પતિ સાથે અજમેરથી અમદાવાદ જતી હતી

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • આબુ રોડથી મહેસાણા વચ્ચે પર્સની તફડંચી

અજમેર-બાન્દ્રા ટ્રેનમાં ત્રણેક દિવસ અગાઉ અજમેરથી અમદાવાદ પતિ સાથે જઇ રહેલી મહિલાનું પર્સ ચોરાયું હતું. જેમાં રૂ.25 હજારની રોકડ સહિત રૂ.76 હજારની મત્તા હતી. આ મામલે મહેસાણા રેલવે પોલીસે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી તપાસ આરંભી છે.

અમદાવાદના ચાંદખેડાના શ્યામલ કોમ્પલેક્ષમાં રહેતાં સુનિતા માથુર તેમના પતિ ચંદ્રશેખર માથુર સાથે ગત 5 મેની રાત્રે અજમેરથી અમદાવાદ આવવા માટે અજમેર -બાન્દ્રા ટ્રેનમાં બેઠાં હતાં. આબુ રોડ બાદ સૂઇ ગયેલાં સુનિતા માથુર સવારે 6.15 કલાકે મહેસાણા આવતાં જાગ્યા ત્યારે સીટ પર મુકેલુ પર્સ ચોરાયું હોવાની જાણ થઇ હતી.

પર્સમાં રૂ.25 હજારની રોકડ, રૂ.3500નું પર્સ, રૂ.45 હજારનો મોબાઇલ, રૂ.1500ના ચશ્મા, રૂ.1500ની સ્માર્ટ વોચ, રૂ.150ની પેન અને ડોક્યુમેન્ટ સહિત કુલ રૂ.76,650ની ચીજવસ્તુઓ હતી. આ મામલે મહિલાએ મહેસાણા રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...