તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:મહેસાણા જિલ્લામાંથી વિદેશ જવા વેક્સિનેશન કરાવવા 760 અરજીઓ આવી

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 દિવસથી બંધ વેક્સિનેશન કામગીરીમાં મોટી સંખ્યામાં અરજીઓ આવી

મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં વિદેશ જવા માંગતા 760 લોકોએ કોરોના વિરોધી રસી મુકાવવા માટે અરજી કરી છે જેમાં 351 અરજીઓનો નિકાલ અત્યાર સુધીમાં કરી દેવામાં આવ્યો છે.

જિલ્લામાં 3 દિવસથી વેક્સિનેશન કામગીરી બંધ હતી તે દરમિયાન વિદેશ જવા ઇચ્છતા લોકોની અરજીઓ મોટી સંખ્યામાં આવી રહી હતી. રાજ્ય સરકારે તા 7થી 9 જુલાઇ કોરોના વિરોધી રસીકરણ કામગીરી બંધ રાખી હતી જે દરમિયાન જિલ્લાઓમાં વિદેશ જવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ, વિદેશમાં પીઆર ધરાવતા નાગરિકો તેમજ વિદેશ નોકરી મેળવનાર વર્ક પરમીટ ધરાવતા અરજદારોનું વેક્સિનેશન ચાલુ રાખ્યું હતું જ્યારે મહેસાણા જિલ્લામાં રસીનો સ્ટોક ન હોવાથી વિદેશ જવા માંગતા લોકો માટે પણ વેક્શિનેશ સુવિધા ચાલુ રાખવામાં આવી ન હતી. જિલ્લામાં વિદેશ જવા માંગતા 550 જેટલા લોકોની અરજી 6 જુલાઈ સુધીમાં મળી હતી. ત્યારબાદ 3 દિવસ કામગીરી બંધ હતી તે દરમિયાનમાં 210 અરજીઓ મળતા કુલ 760 અરજીઓ અત્યાર સુધીમાં મળી હતી.

અન્ય સમાચારો પણ છે...