કોરોના અપડેટ:જિલ્લામાં કોરોનાના 76 કેસ, સૌથી વધુ 29 મહેસાણા શહેરમાં નોંધાયા

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પાટણમાં 16, સા.કાં.માં 17, અરવલ્લીમાં 6 કેસ નોંધાયા
  • સ્વસ્થ થયેલા​​​​​​​ 49 દર્દી ડિસ્ચાર્જ થતાં એક્ટિવ કેસની સંખ્યા 424 થઇ

મહેસાણા જિલ્લામાં ગુરૂવારે કોરોનાના નવા 76 સંક્રમિતો સામે આવ્યા હતા. 76 પૈકી 26 સંક્રમિતો શહેરી અને 50 સંક્રમિતો ગ્રામ્ય વિસ્તારના રહ્યા હતા. જિલ્લામાં સૌથી વધુ 29 કેસ મહેસાણા શહેર અને તાલુકામાં નોંધાયા હતા. આ ઉપરાંત વિજાપુરમાં 19, કડીમાં 9, વડનગરમાં 7, વિસનગરમાં 5, ખેરાલુમાં 3, ઊંઝામાં 2 તેમજ બહુચરાજી અને સતલાસણામાં 1-1 કેસ નોંધાયો હતો. બીજી બાજુ સ્વસ્થ થયેલા 49 દર્દીઓને આરોગ્ય વિભાગે ડિસ્ચાર્જ કરાયા હતા.

જેને લઇ જિલ્લામાં એક્ટીવ કેસની સંખ્યા વધીને 424 એ પહોંચી છે. આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા 1763 શંકાસ્પદ સેમ્પલ સાથે 2112 સેમ્પલનો રિપોર્ટ પેન્ડીંગ રહ્યો છે.અરવલ્લીમાં ગુરુવારે કોરોનાના 6, સાબરકાંઠામાં ગુરૂવારે વધુ 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. પાટણ જિલ્લામાં ગુરુવારે કોરોનાના નવાં 16 કેસ નોંધાયા હતાં. સિદ્ધપુર તાલુકામાં 13 કેસ નોંધાયા હતા. પાટણ શહેરમાં એક પણ કેસ નોંધાયો ન હતો.સામે 21 દર્દીઓ સ્વસ્થ થયાં હતાં. 21 દર્દીઓ સ્વસ્થ થતા હાલમાં 158 કેસ એક્ટિવ છે.

જિલ્લાના 76 સંક્રમિતો

વિસ્તારશહેરીગ્રામ્ય કુલ
મહેસાણા1415 29
વિજાપુર118 19
કડી306 09
વડનગર304 07
વિસનગર203 05
ખેરાલુ300 03
ઊંઝા002 02
બહુચરાજી001 01
સતલાસણા001 01
કુલ2650 76

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...