ચર્ચા વગર નિર્ણય:મહેસાણા પાલિકા સભામાં 75 કામો ચર્ચા વગર મંજૂર

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હુંસાતુંસીમાં 8 મિનિટમાં જ સભા આટોપી લેવાઇ
  • ભાજપે કહ્યું કોંગ્રેસ શરમ કરો શરમ કરો, કોંગ્રેસે ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી સૂત્રોચ્ચા કર્યા
  • નગરપાલિકામાં સેન્ટ્રલ એસી સહિત ત્રણ કામ નામંજૂર, હર ઘર તરિંગ માટે રાષ્ટ્રધ્વજ વિતરણનું પાલિકા સેન્ટર બનાવશે

અંદાજે 2.25 લાખની વસ્તીના મહેસાણા શહેરની અ વર્ગની ભાજપ શાસિત નગરપાલિકાની સામાન્ય સભામાં પ્રજાલક્ષી સહિત એજન્ડાના 75 કામ પૈકી એકપણ કામની ચર્ચા વગર નિર્ણય પ્રમુખ હવાલે સુપરત કરી કામો મંજૂર કરી સભા આટોપી લેવાઇ હતી.

સભા ભાજપ અને કોંગ્રેસ આમને સામને 8 મિનિટ રાજકીય હુંસાતુંસી, રાજકીય આક્ષેપબાજીમાં ફેરવાઇ અને છેલ્લે રાષ્ટ્રપતિના અપનામ મામલે ભાજપની સભ્યોએ શરમ કરો શરમ કરો કોંગ્રેસ શરમ કરો તો સામે કોંગી સભ્યોએ સભા આટોપ લેતાં ભાજપની સભ્યોને તાનાશાહી નહીં ચલેગી નહી ચલેગીના નારા લગાવ્યા અંતે રાષ્ટ્રગાન સાથે સભા સમાપન થઇ હતી.

પાલિકાના સભા હોલમાં પ્રમુખ વર્ષાબેન પટેલની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં ગત સભાનું પ્રોસિડીંગ વેચાણ લેવાની બાબતે વિપક્ષના સભ્ય હાર્દિક સુતરિયા અમે રજૂ કરેલા વિકાસના કામો નામંજૂર કરવાનું કારણ શું તેવા સવાલ સામે કારોબારી ચેરમેન કૌશિકભાઈ વ્યાસે અત્યાર સુધી વિકાસના કામોમાં ના પાડી નથી પણ બોર્ડની ગરીમા જળવાય એવુ તમારૂં વર્તન ન હોવાના કારણે બહુમતીથી કામો નામંજૂર કર્યા છે, બજેટ કોપી ફાડી દીધી હતી, એટલે તમારું વર્તન સુધારો તેવું સંભળાવું હતું.

વિપક્ષ નેતાએ કહ્યું બજેટ પ્રજાલક્ષી નહોતું એટલે એવુ વર્તન કરેલું. સદસ્ય અમત પટેલે વિષય બહારની વાતો ન કરતાં હવે સભાના કામોની ચર્ચા કરવા સુચન કર્યુ ત્યાં સત્તાધીશોએ અહિંસા કોઇ કામની ચર્ચા નહતી કહીને બાધ કામોની સત્તા પ્રમુખને આપવામાં આવે છે.

ઉપપ્રમુખ કાનજીભાઇ દેસાઇએ કોંગ્રેસના કેન્દ્રીય મંત્રી અધીર રંજન રાષ્ટ્રપતિ વિશે અપશબ્દ ઉચ્ચાર્યો તેમ કહળી શરમ કરો શરમ કરો કોગ્રેસવાળા શરમ કરો તેવા નારા સૌ ભાજપ સભ્યોએ લગાવ્યા, તો સામે કોંગી સભ્યોએ ભાજપ તેરી તાનાશાહી નહી ચલેગીના નારા લગાવ્યા હતા. 4 પૈકી 5 સભ્યો ગેરહાજર રહ્યા હતા. સભા બાદ એજન્ડાના કામો અંગે પદાધિકારીઓ કહ્યું કે, પોસ્ટઓફીસર રોડ પર વરસાદી લાઇન સાઇડ પીજીવીસીએલ દ્વારા કચેરી બિલ્ડીંગ માટે પ્રવેશદ્વાર બનાવવા પાલિકામાં માંગણીઓ રજૂ કરેલ આ કામ નામંજૂર કરાયુ છે.

પાલિકામાં સેન્ટ્રલ એ.સી સુવિધામાં અંદાજે રૂ. 40 લાખ ખર્ચ થઇ શકે જે સ્વભંડોળના ન કરતાં સરકારી ગ્રાન્ટ આવે ત્યારે વિચારણા માં લેવાશે, હાલ પુરુ આ કામ નામંજૂર કરાયુ છે. તારંગા અંડરપાસ પછીની સોસાયટી વચ્ચે જોડતો રોડ બનાવવામાં રેલવેની મંજૂરીથી જરૂરીયાત રહેતી હોઇ આ કામ હાલ નામંજૂર કરાયું છે, રેલવેની મંજૂરી આવે પછી થશે. સભા પ્રારંભે ચીફઓફીસર અલ્પેશભાઇ પટેલે કહ્યું કે, હર ઘર તરિંગ આગામી તા. 13થી 17 ઓગસ્ટ દરમ્યાન લહેરાય તે માટે નાગરિકોને સૂચન કર્યુ. રાષ્ટ્રધ્વજ વિતરણ માટે પાલિકા સેન્ટર બનાવશે. આ અંગે સરકારના માર્ગદર્શન મુજબ આયોજન કરાશે.

ડોર ટુ ડોર કચરાના કોન્ટ્રાક્ટમાં મોટું કૌભાંડ : વિપક્ષી નેતા કમલેશ સુતરીયા
મહેસાણા નગરપાલિકાના વિપક્ષ નેતા કમલેશ સુતરિયા સામાન્ય સભામાં કહ્યું કે, શહેરમાં ડોર ટુ ડોર કચરા કલેકશનને કોન્ટ્રાક્ટમાં ગેરરીતિ બાબતે અમે રજૂઆત કરેલી તેના 20 દિવસ પછી ફક્ત નોટીસ આપીને કોન્ટ્રાક્ટરને છાવર વાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. આર.ટી.ઓ પાલિકામાં તપાસ કરી ગઇ છે, આ કૌભાંડ હોવા છતાં અધિકારી ફક્ત એજન્સીને નોટીસ આપી સંતોષ માને છે.

આ રજૂઆત અમે સભામાં કરવાના હતા પણ સભા આટોપ લીધી, માત્ર ટી.બી રોડ વોરમાં વિકાસ થઇ રહ્યો છે અને એક મોટી સ્કીમમાં કોન્ટ્રાક્ટરને એક કરોડનો લાભ કરાવવાનો પ્રયાસ કરાઇ રહ્યાનો આક્ષેપ કર્યો હતો. સદસ્ય અમત પટેલે કહ્યું કે, ચોમાસામાં રોડ, ગંદા પાણી, વરસાદી લાઇન બેસી જવી વગેરે પ્રજાલક્ષી પ્રશ્નો કરવાના હતા પણ ચર્ચા ન થઇ.

કોઇપણ જગ્યાએ ભ્રષ્ટાચાર થયો તો પગલાં લેવાશે : કૌશિક વ્યાસ(પ્રવક્તા)
શાસકપક્ષના પ્રવક્તા અનેક કારોબારી ચેરમેન કૌશિકભાઈ વ્યાસે કહ્યું કે, કોઇપણ જગ્યાએ ભ્રષ્ટાચાર થયો તો પગલાં લેવાશે, કોઇને છોડી શુ નહી.કોગ્રેસના સભ્યો કોન્ટ્રાક્ટરને રૂબરૂ બોલાવે તેમાં મેળ ન પડે એટલે મડિયા પાસે જાય છે. ડોર ટુ ડોર કચરાની કોન્ટ્રાક્ટ બાબતે આર.ટી.ઓ તપાસ કરી ગઇ છે,પાલિકાએ તપાસ કરી લીધી છે,એજન્સીનો ખુલાસો પૂછેલા હોઇ જવાબની રાહ જોવાયા છે. આંબેડકર ચોકનું કામ વિપક્ષનું મંજર કરેલુ છે.

હૈદરીચોકમાં વરસાદી લાઈનનું કામની વિપક્ષના સભ્યોની દરખાસ્ત હતી. તે પણ મંજર કરાયેલી છે. કોંગ્રેસને ખોટા આક્ષેપો કરી માત્ર પ્રસિધ્ધ મેળવવી છે.ઉપપ્રમુખ કાનજીભાઇ દેસાઇએ કહ્યું કે, વિપક્ષના નેતાના વિસ્તાર વોર્ડ 2માં 7 કરોડનો સ્વિમીંગપૂલ બન્યો, બિલાડી બાદમાં નવું ડ્રેનેજ પમ્પની સ્ટેશન બન્યું છે. વિપક્ષના જે કામ થઇ શકે એવાં નથી એ જ નામંજૂર કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...