રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મહેસાણા દ્વારા જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ કુ રીઝવાના બુખારીના અધ્યક્ષ સ્થાને જિલ્લા અને તાલુકા સ્તરે નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું હતું આ નેશનલ લોક અદાલતમાં સમાધાનપાત્ર ફોજદારી કેસો, દેવા, વસુલાતને લગતા દિવાની તકરારના કેસો તથા અન્ય સમાધાન લાયક કેસોનો નિકાલ કરાયો છે.
આ લોક અદાલતમાં 48 મોટર અકસ્માત વળતરના કેસોનો નિકાલ કરી રૂપિયા 02,28,75,000ના વળતરનો હુકમ કરવામાં આવેલ છે. આ ઉપરાંત નેગોશિયેબલ ઇન્સ્ટુમેન્ટની કલમ 138ના ચેક રીટર્નના 1055 કેસોનો નિકાલ કરવામાં આવેલ છે. નેશનલ લોક અદાલતમાં પક્ષકારો તથા વકીલોના સહયોગથી રૂ. 4,10,48,248 સમાધાનની રકમ દ્વારા 7245 કેસોનો નિકાલ કરવામાં આવેલ છે.
આ લોક અદાલતને સફળ બનાવવા જિલ્લા ન્યાયધીશ માર્ગદર્શન હેઠળ તમામ ન્યાયધીશો, કર્મચારીઓ, સેક્રેટરી એમ.એ.શેખ,જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મહેસાણાએ જહેમત ઉઠાવેલ છે તેમ એમ.એ.શેખ ફુલ ટાઇમ સેક્રેટરી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ યાદીમાં જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.