નેશનલ લોક અદાલત:મહેસાણા જિલ્લામાં 7245 કેસોનો નિકાલ કરવામાં આવ્યો

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 48 મોટર અકસ્માત વળતર કેસોનો નિકાલ

મહેસાણા જિલ્લામાં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ ન્યુ દિલ્હી થતા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન અનુસાર નેશનલ લોક અદાલતનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.મહેસાણા જિલ્લામાં મહેસાણા અને તાલુકા કક્ષાએ તમામ તાલુકા કોર્ટમાં ગઈકાલે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામા આવ્યું હતું.

નેશનલ લોક અદાલત એકટની કલમ 138ના ચેકરિટર્ન કેસો,મોટર એક્સીડેન્ટલ ક્લેઇમ પિટિશીન,નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138ના ચેક રિટર્નના કેસો,દેવા વસુલાતને લગતા દિવાની તકરાર ના કેસો થતા અન્ય પ્રકારના સમાધાનલાયક કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.લોક અદાલતમાં 48 મોટર અકસ્માત વળતરના કેસોનો નિકાલ કરી રૂ 2 કરોડ 78 લાખ 75 હજાર નો વળતરનો હુકમ કરવામાં આવ્યો હતો.

તેમજ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138ના ચેક રિટર્નના 1055 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.સદર લોક અદાલતમાં નેશનલ લોક અદાલતમાં પક્ષકારો થતા વકીલોના સહયોગથી કુલ રૂ. 4 કરોડ 10 લાખ 48 હજાર 248 સમાધાનની રકમ દ્વારા કુલ 7245 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...