મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભઆરંભ કરાવ્યો હતો. પતંગ મહોત્સવમાં અલગ અલગ દેશ અને રાજ્યના પતંગ રશિયાઓએ વડનગરના આકાશમાં પતંગ ઉડાડી આકાશને રંગબેરંગી બનાવ્યું હતું.
કાઇટ ફ્લાઇંગ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું
ઐતિહાસિક નગરી વડનગર ખાતે યોજાનાર પતંગ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગ બાજો દ્વારા કાઇટ ફ્લાઇંગ, પતંગ-દોરીના સ્ટોલ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો, હસ્તકલા બજાર, ખાણી-પાણીના સ્ટોલ સહિતના આકર્ષણોએ લોકોમાં આનંદ છવાઇ ગયો હતો.
અલગ-અલગ દેશોથી પતંગબાજો આવ્યાં
વડનગર ખાતે યોજાયેલા પતંગ મહોત્સવમાં બહરિન, કેનેડા, ઈરાક, માલ્ટા, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર, સ્પેન, શ્રીલંકા, સ્વિત્ઝર્લેન્ડ, યુ.કે, ટ્યુનિશિયા, વિયતનામ, ઝિમ્બાબ્વે, ક્રોએશિયા, ઓમાન, સાઉદી અરેબિયા, ઈજિપ્ત સહિત પંજાબ, કેરળ, મહારાષ્ટ્ર અને દિલ્હી તેમજ ગુજરાતના પતંગબાજો પતંગ મહોત્સવમાં સહભાગી થયા હતા.
પતંગરસીયાઓના પ્રતિભાવો
સિંગાપોરના પતંગબાજ કેડીસ અને અન્ય દેશના પતંગબાજ થોમસે જણાવ્યું હતું કે, આ પ્રકારના આયોજન બદલ હું સરકારની આભારી છું. આ પ્રકારના આયોજનથી ભારતમાં આવવાની તેની સંસ્કૃતિને માણવાની, વારસાને નિહાળવાની અને પતંગ મહોત્સવમાં ભાગ લેવાની તક મળી છે.
પંજાબના ડો દેવેન્દ્ર પાલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા આયોજીત કાર્યક્રમ અનોખો અને અદ્રિતીય છે. આ પ્રકારના મહોત્સવથી સંસ્કૃતિના આદાના પ્રદાન સાથે રોજગારીનું પણ સર્જન થાય છે..
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.