તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતનું પહેલું તમાકુ યાર્ડ:મહેસાણાના ઉનાવા તમાકુ યાર્ડમાં રોજની 70 હજાર બોરીની આવક, ખેડૂતોને રૂ.500 સુધીનો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી

મહેસાણા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઊંઝા તાલુકાનું ઉનાવા માર્કેટયાર્ડ તમાકુની સારી આવક થી ધસમસી ઉઠ્યું
 • ચાલુ વર્ષે ગત વર્ષ કરતા વધુ 4 લાખ બોરીની આવકનો અંદાજ

રાજ્યમાં તમાકુના વેપાર માટે સૌ પ્રથમ અસ્તિત્વમાં આવેલું મહેસાણાનું ઉનાવા તમાકુ યાર્ડ આજે પણ તમાકુની સારી આવક અને ભાવ માટે નામના ધરાવે છે. ત્યારે ચાલુ સિઝનમાં ઉનાવા તમાકુયાર્ડમાં પ્રતિદિન 60થી 70 હજાર બોરીની આવક સાથે ખેડૂતોને 1200 થી 2500 સુધીના ભાવ મળી રહ્યા છે. ઉનાવા તમાકુયાર્ડમાં કાઠિયાવાડ અને ઉત્તર ગુજરાતના ખેડૂતો તમાકુની જુદી જુદી કબોલિટી લઈ આવતા હોય છે. જેમાં ગત વર્ષે 16 થી 17 લાખ બોરીની આવક નોંધાઇ હતી, તો ચાલુ વર્ષે 25 લાખ બોરીની આવક થાય તેવો અંદાજ સેવાઈ રહ્યો છે.

સારો ભાવ મળતા વેપારીઓ અને ખેડૂતોમાં ખુશીખેડૂતોને ગત વર્ષ કરતા સારા ભાવ મળતા અંદાજે 400થી લઇ 600 રૂપિયાનો વધુ ભાવ મળી રહ્યો છે. તમાકુ પાક આ સાલ સારો હોવાથી આ વખતે ખેડૂતોને 500 રૂપિયાના ભાવ મળી રહ્યા છે. તેમજ 1600થી 1700 એવરેજ ભાવમાં તમાકુ વેચાણ થાય છે તેમજ ખેડૂતોને પોષણ સમ ભાવ મળી રહે છે. આમ ચાલુ સીઝનમાં તમાકુના પાકની સારી આવક સાથે ખેડૂતોને સારા પોષણક્ષમ ભાવો મળતા વેપારીઓ અને ખેડૂતો ખુશી અનુભવી રહ્યા છે. માર્કેટયાર્ડ દ્વારા પણ અહીં આવતા ખેડૂતોને તુરંત પેમેન્ટ મળી જાય અને તેમની પ્રાથમિક સવલતો મળે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

25 લાખ તમાકુની બોરીની આવક થવાની સંભાવનાઉનાવા માર્કેટયાર્ડના સેક્રેટરી રાજેન્દ્ર ભાઈ પટેલે જણાવ્યું કે ઉનાવાનું માર્કેટયાર્ડ ગુજરાતની અંદર તમાકુ માર્કેટયાર્ડ તરીકે પ્રખ્યાત છે. ગત વર્ષ માર્કેટયાર્ડમાં 16થી 18 લાખ બોરી તમાકુની આવક થઈ હતી. તેમજ ચાલુ વર્ષ 25 લાખ તમાકુની બોરીની આવક થવાની સંભાવના છે.

રાજ્યભરમાંથી ખેડૂતો ઉનાવા માર્કેટયાર્ડ આવે છેઉનાવા માર્કેટયાર્ડમાં બનાસકાંઠા, સાબરકાંઠા ,મહેસાણા,પાટણ તેમજ હવે સૌરાષ્ટ્રમાં પણ તમાકુનું વાવેતર થાય છે અને ત્યાંનો માલ ઉનાવા માર્કેટયાર્ડમાં વેચાણ કરવા માટે આવે છે. ઉનાવા માર્કેટયાર્ડ 1 એપ્રિલથી શરૂ થઈ એને

એજ દિવસે 80 હજાર બોરીની આવક થઈ હતી. તેમજ સારી તમાકુમાં 2 હજારથી ઉપરના ભાવ પડે છે.

કલકતી તમાકુ નો સૌથી પ્રખ્યાત

ઉનાવા માર્કેટયાર્ડ માં આવતી આ તમાકુ ની માત્ર એકજ જાત છે જે કલકતી તમાકુ ની આવક થાય છે અને ઉનાવા માર્કેટયાર્ડ મહેસાણા જિલ્લા માંથી 40 ટકા જેટલી તમાકુની આવક થાય છે અને બહાર ના જિલ્લાઓ માંથી 60 ટકા જેટલી આવક થાય છે

તમાકુ માંથી નીકળતી નિકોટીન દવાઓ માં વપરાય છે

ગુજરાત ના અલગ અલગ વિસ્તારો માંથી આવતી આ તમાકુ ઉનાવા માર્કેટયાર્ડ માં વેચવા માટે આવે છે જેમાં આ તમાકુ માંથી નીકળતી નિકોટી નો ઉપયોગ દવાઓ માં થાય છે અને આ તમાકુ હાલ માં વિદેશો માં પણ મોકલવામાં આવે છે

બિહાર માં સૌથી વધુ તમાકુ સેવન કરવામાં વપરાય છે

ઊંઝા માં આવેલી ઉનાવા માર્કેટયાર્ડ માં આવતી આ કલકતી તમાકુ ગુજરાત સહિત દેશ ના અલગ અલગ વિસ્તારો માં આ તમાકુ જાય છે તેમજ સૌથી વધુ તમાકુ નું વેચાણ ઉત્તર પ્રદેશ અને બિહાર માં જાય છે ત્યાં મોટી સંખ્યા માં લોકો તમાકુ નું સેવન કરતા હોવાના કારણે ત્યાં તમાકુ વધુ વેચાણ થાય છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો