તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:મહેસાણામાં મોઢેરા રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે 700 મીટર પાઇપ લાઇન નખાશે

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાગલપુર અને મોઢેરા રોડ પર વરસાદી પાણીની લાઇન માટે નગરપાલિકામાં બેઠક
  • રાધે એક્ઝોટીકાથી અવસર પાર્ટીપ્લોટ સુધી ચોમાસા પછી વરસાદી લાઇન નાખવા નિર્ણય

મહેસાણામાં નાગલપુર કોલેજ આગળ તેમજ મોઢેરા રોડ પર જીઆઇડીસી પાસે વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી હલ માટે નવી પાઇપ લાઇન નાખવા સોમવારે નગરપાલિકામાં માર્ગ અને મકાન વિભાગના નાયબ ઇજનેરની ઉપસ્થિતિમાં અધિકારી, પદાધિકારીઓની પરામર્શ બેઠક યોજાઇ હતી.

જેમાં મોઢેરા રોડ રાધે એક્ઝોટીકાથી અવસર પાર્ટીપ્લોટ સુધી 700 મીટરમાં ચોમાસા પછી નગરપાલિકા વરસાદી પાણીની લાઇન નાંખશે. ત્યાંથી આગળ જીઆઇડીસી સાઇડ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદી લાઇનનું આયોજન કરાયું હોઇ લેવલિંગ સહિત આયોજન અંગે પરામર્શ કરાયો હતો. નાગલપુર રોડ પર કોલેજ આગળ મુખ્ય રોડ પર વરસાદી પાણી ભરાઇ રહેતું હોઇ બંને સાઇડ હાલ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદી પાણીની લાઇન નાંખવાની કામગીરી ચાલુ છે. જેમાં લેવલિંગ સાથે લાઇન નહીં નંખાય તો ફરી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેશે તેવી ભીતિ વ્યક્ત થઇ હતી.

પાલિકા ઉપપ્રમુખ કાનજીભાઇ દેસાઇએ કહ્યું કે, સિમંધર ફ્લેટ આગળ પાણી ભરાઇ રહેતું હોઇ ત્યાંથી તુલસી હોટલ રોડ ઉંચાણમાં હોઇ લેવલિંગ કરીને વરસાદી લાઇન નંખાય તો જ પાણીનો નિકાલ થઇ શકશે. જે અંગે લેવલિંગ જાળવી કામગીરી કરવા માર્ગ અને મકાન વિભાગને સૂચન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...