20 વર્ષે આરોપી ઝડપાયો:મહેસાણાની રંગોલી હોટેલના માલિક સાથે 20 વર્ષ પહેલાં લાખોની છેતરપિંડી આચરનારો 70 વર્ષીય વૃદ્ધ ઝડપાયો

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાગીદારીમાં ફેક્ટરી ખોલવાનું કહી રૂ. 12 લાખનો ચુનો લગાવ્યો હતો
  • વાસણની ફેક્ટરીની લાલચ આપી છેતરપીંડી આચરનાર 20 વર્ષ પછી અમદાવાદથી ઝડપાયો

મહેસાણામાં વર્ષ 2001માં મહેસાણાની રંગોળી હોટેલ માલિક સાથે લાખોની છેતરપિડી આચરનાર શખ્સ 20 વર્ષે અમદાવાદથી ઝડપાયો હતો. 20 વર્ષ પહેલા આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં લાખોની છેતરપિડી થયાની ફરિયાદ નોંધાઈ હતી. જેની મહેસાણા પોલીસે સઘન તપાસ કર્યા બાદ ચુનો લગાવનાર આરોપી 20 વર્ષ પછી અમદાવાદથી ઝડપાયો હતો.

સૂત્રો અનુસાર ચુનો લગાવનારા અશ્વિન ચીનુભાઈ શાહે મહેસાણામાં આવેલી રંગોલી હોટેલના માલિક રમેશ જીવરામ ભાઈ દેસાઈને ભાગીદારીમાં વડોદરા ખાતે ફેક્ટરી ઉભી કરવાનું કહી રૂ. 12 લાખનો ચુનો લગાડ્યો હતો.

આ અંગે તાલુકા પીઆઇએ જણાવ્યું હતું કે શહેરમાં અશોક નગર સોસાયટીમાં રહેતા રમેશ જીવરામભાઈ દેસાઈને 2001માં વડોદરામાં તાંબાના વાસણની ફેક્ટરી શરૂ કરવાની અશ્વિન શાહે લાલચ આપી હતી. અમદાવાદના અશ્વિન ચીનુભાઇ શાહે તેમને રૂપિયા 12 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી આચરી હતી. ત્યારબાદ ફરિયાદી રમેશ દેસાઇએ નાણાંની ઉઘરાણી કરતા અશ્વિન શાહ સહિત ચાર ઈસમોએ તેનું અપહરણ કરી માર માર્યો હતો. જે અંગેની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાવા પામી હતી. જેનો આરોપી અશ્વિન શાહ 20 વર્ષ પછી અમદાવાદથી ઝડપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...