મ્યુઝીકલ ચેર'ની રમત:રાજ્યની 7 બેઠકો પર દરેક વખતે પરિવર્તન

મહેસાણા15 દિવસ પહેલાલેખક: હર્ષદ પટેલ
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • દર ચૂંટણીમાં અહીંના મતદારો પક્ષો સાથે રમે છે "મ્યુઝીકલ ચેર'ની રમત
  • કડી, કાંકરેજ, ચોટીલા, પાદરા , જામજોધપુર, લુણાવાડા, ઉમરેઠ

રાજ્યની 182 વિધાનસભા બેઠકો પૈકી આઠ વિધાનસભાના મતદારો એવા છે કે જે દરેક ચૂંટણીમાં તેમનો અલગ જ મિજાજ બતાવે છે. દરેક ટર્મમાં નવા જ ધારાસભ્યને ચૂંટી કાઢે છે. જાણે મ્યુઝિકલ ચેરની રમત ના રમતાં હોય? ચૂંટણી ટાણે દેખાયા પછી "હમ આપકે હૈ કોન...'ની જેમ નહીં દેખાતા નેતાજીને બીજી વખતે આ મતદારો "ઢૂંઢતે રહ જાઓગે..' કહી ઘરનો રસ્તો બતાવી દે છે. આ 8 બેઠકોમાં કડી, કાંકરેજ, ચોટીલા, રાપર, જામજોધપુર, લુણાવાડા, ઉમરેઠ અને પાદરા વિધાનસભાનો સમાવેશ થાય છે.

છેલ્લા 24 વર્ષમાં યોજાયેલી વિધાનસભાની 5 ચૂંટણીમાં આ 8 બેઠકો પર "રાજસ્થાન પેટર્ન' જોવા મળી છે. 2017ની છેલ્લી ચૂંટણીમાં કડી, કાંકરેજ અને ઉમરેઠ બેઠક પર ભાજપ, જ્યારે ચોટીલા, રાપર, જામજોધપુર અને પાદરા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા હતા. લુણાવાડા બેઠક પર મતદારોએ અપક્ષને "હીરો' બનાવી ગાંધીનગર મોકલ્યા હતા. મતદારોનાં આવા આક્રમક મિજાજને લઈ વર્તમાન ધારાસભ્યો ક્યાંકને ક્યાંક અંદરખાને જરૂર ચિંતામાં હોવાની ચર્ચા છે.

ચૂંટણી ટાણે આવી ગાયબ થઇ જતા નેતાઓ જોગ

બેઠક19982002200720122017
કડીભાજપકોંગ્રેસભાજપકોંગ્રેસભાજપ
કાંકરેજભાજપકોંગ્રેસભાજપકોંગ્રેસભાજપ
ચોટીલાકોંગ્રેસઅપક્ષકોંગ્રેસભાજપકોંગ્રેસ
જામજોધપુરભાજપભાજપકોંગ્રેસભાજપકોંગ્રેસ
લુણાવાડાકોંગ્રેસભાજપકોંગ્રેસભાજપઅપક્ષ
ઉમરેઠકોંગ્રેસભાજપકોંગ્રેસએનસીપીભાજપ
પાદરારાજપાભાજપઅપક્ષભાજપકોંગ્રેસ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...