કાર્યવાહી:મહેસાણા માનવ આશ્રમ રોડ પર બાકી વેરામાં 7 દુકાનો સીલ કરાઇ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શુભમ કોમ્પલેક્ષના પહેલા અને બીજા માળની 7 દુકાનનો રૂ.1,15,227 વેરો બાકી હતો

મહેસાણા માનવ આશ્રમ રોડ પર આવેલા શુભમ કોમ્પલેક્ષમાં છેલ્લા પાંચેક વર્ષથી નગરપાલિકાનો રૂ.1,15,227 બાકી મિલકત વેરો નહીં ભરતાં 7 મિલકતદારોની દુકાન શનિવારે સીલ કરી દેવાઇ હતી. શુભમ કોમ્પલેક્ષના પ્રથમ અને બીજા માળની અલગ અલગ માલિકીની 7 દુકાનોનો વેરો બાકી હોઇ અવારનવાર માંગણા બિલ મોકલવા છતાં બાકી વેરો રૂ.1,15,227 ભરાયો નહોતો. જેને પગલે શનિવારે પાલિકાની ટેક્ષ વસુલાત ટીમ સ્થળ પર પહોંચી હતી અને બાકી વેરામાં બે માળની 7 દુકાનોને સીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...