કાર્યવાહી:તાવડિયાની સીમમાં તબેલામાં ચાલતા જુગારના અડ્ડા પરથી રૂ.51,180ની મત્તા સાથે 7 ઝબ્બે, 132 બોટલ દારૂ પણ મળ્યો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા એલસીબીએ તાવડિયા ગામની સીમમાં તબેલામાં ચાલતા જુગારધામ પર છાપો મારી રૂ. 15,680 રોકડ, રૂ.35,500ના 4 મોબાઈલ મળી રૂ.51,180ની મત્તા સાથે 7 જુગારીને ઝડપી લીધા હતા. તાવડિયા રોડ પર અતુલ રામસંગભાઈ ચૌધરીના ખેતરમાં અગરબત્તીની ફેક્ટરીના કમ્પાઉન્ડમાં બનાવેલા તબેલામાં અતુલ ચૌધરી બહારથી માણસો બોલાવી ગંજીપાના વડે હારજીતનો જુગાર રમાડે છે. જે આધારે ે રેડ કરી રૂ.51,180ના મુદ્દામાલ સાથે 7 શખ્સોને જુગાર રમતાં ઝડપી લીધા હતા.

જ્યારે જુગારની રેડ દરમિયાન અતુલ ચૌધરીએ તેના જુવારના ખેતરમાં સંતાડેલી 132 બોટલ વિદેશી દારૂ પણ મળી આવ્યો હતો. આ દારૂ મગુનાના અલ્પેશ ઝાલાએ આપ્યો હોઇ રૂ.22,560નો દારૂ કબજે લઈ અતુલ રામસંગભાઈ ચૌધરી (તાવડિયા) અને અલ્પેશ ઉર્ફે હઅુભા હિંમતસિંહ ઝાલા (મગુના) સામે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જુગાર રમતાં ઝડપાયેલા શખ્સો
1. અતુલ રામસંગભાઈ ચૌધરી
2. જય મહેન્દ્રકુમાર ચૌધરી
3. રોહન પ્રકાશભાઈ ચૌધરી
4. દિલીપ હરિભાઈ ચૌધરી (ચારે તાવડિયા)
5. પ્રવિણ બનવારીલાલ ભુરાજી મારૂ
(રૂદ્ર બંગલોઝ, તાવડિયા રોડ, મહેસાણા)
6. હરગોવન પ્રહલાદભાઈ સોલંકી
(નવજીવન , સોમનાથ ચોકડી, મહેસાણા)
7. ધરમ અમરદાસ સાધુ (રહે.દિનદયાળ આવાસ, સોમનાથ રોડ, મહેસાણા)

અન્ય સમાચારો પણ છે...