કાર્યવાહી:ધોળાસણમાં લગ્નમાં ફટાકડા ફોડવા બાબતે પથ્થરમારો-હથિયારોથી હુમલો, 7ને ઇજાઓ

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દુકાન નજીક બેઠેલા લોકોએ ફટાકડા દૂર ફોડવાનું કહેતાં મામલો બિચક્યો
 • 30 હજારનો ​​​​​​​સોનાનો દોરો ગુમ, 9 સામે રાયોટિંગ અને હુમલાની ફરિયાદ

મહેસાણા તાલુકાના ધોળાસણ ગામે શનિવાર રાત્રે લગ્ન પ્રસંગે ફટાકડા ફોડવા બાબતે થયેલી માથાકૂટમાં 9 શખ્સોએ પથ્થરમારો અને હથિયારો સાથે કરેલા હુમલામાં 2 મહિલા સહિત 7 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. આ ઘટનાને લઇ ગામમાં તંગદિલીનો માહોલ ખડો થયો હતો. જોકે, પોલીસે ગામે દોડી જઇ બંદોબસ્ત ગોઠવી દેતાં મામલો થાળે પડ્યો હતો આ ઘટનામાં 9 શખ્સો વિરુદ્ધ રાયોટિંગ અને હુમલાનો ગુનો નોંધાયો હતો.

ધોળાસણ ગામના ખણિયાવાસમાં રહેતા કરણજી પ્રવિણજી ઠાકોર તેમના મિત્રો સાથે શનિવારે રાત્રે કાંતિજી ઠાકોરની દુકાનની બાજુમાં આવેલા બાંકડા ઉપર બેઠા હતા. તે દરમિયાન તેમના વાસમાં રહેતા કનુજી સુરાજી ઠાકોરની દીકરીના લગ્ન પ્રસંગની વિધિને લઇ કુટુંબીઓ ફટાકડા ફોડી રહ્યા હતા. કરણજી અને તેમના મિત્રોએ ફટાકડા દૂર ફોડવાનું કહેતાં મામલો બીચક્યો હતો.

જેમાં ઉશ્કેરાયેલાએ 9 શખ્સોએ યુવાનો સાથે ઝપાઝપી બાદ લોખંડની પાઇપ, ખિલાસરી, ધારિયું અને લાકડીઓ જેવા હથિયારોથી હુમલો કરવાની સાથે છુટા પથ્થરો માર્યા હતા. આ દરમિયાન આકાશજી ઠાકોરના ગળામાંથી રૂ.30 હજારની કિંમતનો 1 તોલાનો સોનાનો દોરો ક્યાંક પડી ગયો હતો. આ હુમલામાં 7 વ્યક્તિને ઇજા પહોંચતાં તેમને ખાનગી વાહનમાં મહેસાણા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. બનાવ અંગે હુમલો કરનાર 9 શખ્સો વિરુદ્ધ લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

આ 9 શખ્સો સામે ફરિયાદ

 1. સંજયજી સરદારજી ઠાકોર
 2. કલ્પેશજી રમણજી ઠાકોર
 3. દશરથજી જાદવજી ઠાકોર
 4. રાહુલજી જ્યંતિજી ઠાકોર
 5. ભલાજી નાથાજી ઠાકોર
 6. દિલીપજી શંકરજી ઠાકોર
 7. વિશાલજી વિષ્ણુજી ઠાકોર
 8. કાળાજી રૂપાજી ઠાકોર
 9. લાલાજી ભલાજી ઠાકોર

આ 7 વ્યક્તિને ઇજા પહોંચી

 1. કરણજી પ્રવિણજી ઠાકોર
 2. આનંદજી જશુજી ઠાકોર
 3. મોહનજી ચંદુજી ઠાકોર
 4. વિક્રમજી અમરાજી ઠાકોર
 5. સેજલબેન પ્રહલાદજી ઠાકોર
 6. ચંદ્રિકાબેન અભેરાજસિંહ ઠાકોર
 7. આકાશજી નાગજીજી ઠાકોર
અન્ય સમાચારો પણ છે...