તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કડીના ઇન્દ્રાડમાં રૂ.11 હજારની રોકડ સાથે 7 જુગારી ઝડપાયા

મહેસાણા, નંદાસણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નંદાસણ પોલીસની બાતમી આધારે રેડ કરી
  • જુગાર અને મહામારી અધિનિયમ હેઠળ ગુનો

નંદાસણ પોલીસે ઈન્દ્રાડ ગામેથી જુગાર રમતા સાત શખ્સોને ઝડપ્યા હતા. નંદાસણ પોલીસને શુક્રવારે કડી તાલુકાના ઇન્દ્રાડ ગામે જબોડીયા તળાવની બાજુની ખુલ્લી જગ્યામાં આંબલીના ઝાડ નીચે જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. જેને આધારે પોલીસે જુગાર સ્થળે રેડ કરતાં 7 શખ્સો જુગાર રમતાં રંગેહાથ ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.11090ની રોકડ કબજે લઇ ઝડપાયેલા 8 શખ્સો વિરુદ્ધ નંદાસણ પોલીસ મથકમાં જુગાર અટકાયતી અધિનિયમ અને મહામારી અધિનિયમ હેઠળ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જુગાર રમતાં પકડાયેલા શખ્સો

  • પ્રવિણ નરસિંહભાઇ દરજી (ઇન્દ્રાડ)
  • મહેશ શકરાભાઇ વાઘેલા (ઇન્દ્રાડ)
  • પંકજ અંબાલાલ મોચી (સરઢવ)
  • રવાજી ઇશ્વરજી ઠાકોર (ઇન્દ્રાડ)
  • વિક્રમજી ચંદુજી ઠાકોર (ઇન્દ્રાડ)
  • અંબારામ પ્રધાનજી ઠાકોર (ઇન્દ્રાડ)
  • અરવિંદજી ખોડાજી ઠાકોર (ઇન્દ્રાડ)
અન્ય સમાચારો પણ છે...