કાર્યવાહી:ખેરવામાંથી 7 અને કંથરાવી ગામેથી 3 જુગારી ઝડપાયા, કંથરાવીમાં તળાવની પાસે પત્તા ટીચતાં હતા

મહેસાણા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બંને સ્થળેથી રૂ. 48 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

મહેસાણા તાલુકા પોલીસે ખેરવાથી ઉદલપુર જવાના રોડ પર ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં 7 જુગારીને ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ.16 હજારની રોકડ સાથે રૂ.45 હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યારે ઉનાવા પોલીસે કંથરાવી ગામમાં ગોથમ તળાવની પાસે ચબૂતરા નજીકથી 3 જુગારીને રૂ. 3260ની મત્તા સાથે ઝડપી પાડ્યા હતા.

ખેરવાથી ઝડપાયેલા જુગારી

 • ઠાકોર અમરતજી તખાજી
 • સથવારા ચિંતન ભરતભાઈ
 • કડિયા મનુભાઈ રમણલાલ
 • દરજી જતીન સુનિલભાઈ
 • પ્રજાપતિ રાજુ હરચંદભાઈ
 • પ્રજાપતિ બળદેવ વાલાભાઈ
 • સોલંકી પ્રકાશ ધનજીભાઈ

કંથરાવીથી ઝડપાયેલા જુગારી

 • જીગ્નેશ સુરેશભાઈ બારોટ
 • ધરમસિંહ ભરતસિંહ વાઘેલા
 • સંજય બળદેવભાઈ રાવળ
અન્ય સમાચારો પણ છે...