ઉમેદવારોએ ફોર્મ ભર્યા:મહેસાણા વોર્ડ નં-11ની પેટાચૂંટણીમાં 7 ફોર્મ ભરાયાં

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડનગર નગરપાલિકાના વોર્ડ નંબર-7માં 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી
  • ​​​​​​​વડસ્મામાં 4 અને સતલાસણા તા.પં.ની રાણપુરમાં 5 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

મહેસાણા જિલ્લામાં આગામી સમયમાં તાલુકા પંચાયતની 3 બેઠકો મહેસાણા નગરપાલિકાના વોર્ડ નંબર-11ની એક અને વડનગર નગરપાલિકાના વોર્ડ નંબર-7ની એક બેઠકની પેટાચૂંટણી યોજાનાર છે. શનિવારે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લાં દિવસે નગરપાલિકામાં 11 અને તાલુકા પંચાયતની બે બેઠકો ઉપર 11 ફોર્મ ભરાયા હતા. જ્યારે ખેરાલુ તાલુકા પંચાયતની ડાલીસણા બેઠક ઉપર એકપણ ઉમેદવારી ફોર્મ ભરાયુ નહોતુ.

મહેસાણા નગરપાલિકાની વોર્ડ નંબર-11ની સામાન્ય મહિલાની બેઠક ઉપર 7 ફોર્મ ભરાયા હતા. જ્યારે વડનગર નગરપાલિકાની વોર્ડ નંબર 7ની મહિલાની બેઠક ઉપર 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આ ઉપરાંત સતલાસણા તાલુકા પંચાયતની રાણપુર બેઠક ઉપર શનિવારે 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. અગાઉ એક ઉમેદવારે ફોર્મ ભર્યુ હોવાથી આ બેઠક ઉપર 5 ઉમેદવારો થયા છે. જ્યારે મહેસાણા તાલુકા પંચાયતની વડસ્મા બેઠક ઉપર અગાઉ 2 ફોર્મ ભરાયા હતા. શનિવારે વધુ 4 ફોર્મ ભરાતા વડસ્મા બેઠક ઉપર 6 ઉમેદવારો થયા છે. તાલુકા પંચાયતની બે બેઠકો ઉપર 11 અને નગરપાલિકાની બે બેઠકો ઉપર 11 ફોર્મ ભરાયા છે.

મહેસાણા પાલિકાના વોર્ડ-11ના ઉમેદવારો
1.પ્રવિણાબેન જીજ્ઞેશભાઈ પટેલ
2.ભાવનાબેન સનતભાઈ પટેલ
3.કોમલબેન દિશાંતકુમાર પટેલ
4.શિલ્પાબેન પરબતભાઈ ઠાકોર
5.પૂનમબેન માવજીભાઈ ઠાકોર
6.ફાલ્ગુનીબેન ગૌરવભાઈ પટેલ
7.શારદાબેન પ્રતાપજી ઠાકોર

વડનગર વોર્ડ-7ના ઉમેદવાર
1.દર્શનાબેન નીતિનકુમાર સોની
2.સંગીતાબેન ગીરીશકુમાર પટેલ
3.વૈભવીબેન સત્યમકુમાર મહારાજ
4.અમરતબેન રજુજી ઠાકોર

અન્ય સમાચારો પણ છે...