તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા પાલિકાની આજે કારોબારી:પાણી, ગટર, બાંધકામના 7 કરોડના ટેન્ડરો અંગે નિર્ણય લેવાશે

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ. 34.56 લાખના ખર્ચે સિટી-2માં બગીચા મરામત અને જાળવણીનું ટેન્ડર ખોલાશે
  • ભૂગર્ભ ગટરની પાઇપલાઇન રિપેરિંગ અને ટાંકીના ટેન્ડરમાં એજન્સીના ઉંચા ભાવ આવ્યા

મહેસાણા નગરપાલિકામાં બુધવારે મળનારી કારોબારી સમિતિની બેઠકમાં પાણી, ગટર અને બાંધકામને લગતા અંદાજે રૂ. 7 કરોડનાં કામો માટે આવેલા ટેન્ડરોના ભાવ અંગે પરામર્શ કરી એજન્સી નક્કી કરવામાં આવશે. મહેસાણા શહેરના ટીબી રોડ પર ઓવરહેડ ટાંકી બનાવવા પાલિકાના એસ્ટીમેટ રૂ.18.44 લાખ સામે એજન્સીના ભાવ અંદાજે રૂ. 40.59 લાખ ભરાઇને આવ્યા છે. જ્યારે પાઇપલાઇન નેટવર્કમાં થતાં લીકેજ રિપેરિંગ અને નવી પાઇપલાઇન નાંખવાના કામ માટે એસ્ટીમેટ રૂ. 1.50 કરોડની સામે રૂ.1.73 કરોડ ભાવ આવ્યો હોઇ આ બંને એજન્સીના ટેન્ડરનો બુધવારે મળનારી કારોબારીમાં પરામર્શ કરી નિર્ણય લેવાશે.

ઉપરાંત, સિટી 1 અને 2 વિસ્તારમાં અંદાજે રૂ.1.50 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર રિપેરિંગ, કુંડીઓ રોડ લેવલ કરવી, ફ્રેમવર્ક કરવાનું કામ તેમજ અંદાજે રૂ. 2 કરોડના ખર્ચે સિટી-1માં ભૂગર્ભ ગટર સફાઇ તથા પમ્પિંગ સ્ટેશન નિભાવણીના કામ, વિવેકાધિન ગ્રાન્ટમાંથી અંદાજે રૂ. 10 લાખના ખર્ચે જયવિજય નેળિયાની વરસાદી પાણીની કેનાલ બનાવવી, રૂ. 34.56 લાખના ખર્ચે સિટી 2માં બગીચા મરામત અને જાળવણી માટે આવેલાં ટેન્ડર સહિતનાં વિકાસકામોમાં એજન્સી નક્કી કરવામાં આવશે.

ફાયર વિભાગની ભરતીનું પરિણામ આજે ખુલશે
મહેસાણા નગરપાલિકાના ફાયર વિભાગમાં જુદી જુદી કેડરમાં ભરતી માટે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઉમેદવારોની શારીરિક પરીક્ષા બાદ મેરિટમાં આવતા 38 ઉમેદવારો માટે લેખિત પરીક્ષા લેવાઇ હતી. આ પરીક્ષાર્થીઓનું પરિણામ બંધ કવરમાં યુનિવર્સિટીએ મહેસાણા પાલિકાને મોકલી આપ્યું છે. જે બુધવારે મળનારી પસંદગી સમિતિની બેઠકમાં ખુલશે અને પાલિકા સભામાં ઠરાવ કરી પ્રાદેશિક કમિશ્નર કચેરીને મોકલી અપાશે. જે બેઠક મુજબ મેરિટબેઝ ઉમેદવારોને નિમણૂંક એનાયત કરાશે.

અન્ય સમાચારો પણ છે...