કેબલચોરોનો ઉપદ્રવ વધ્યો:પાલજ અને ઇજપુરાની સીમમાં એક સપ્તાહમાં 7 બોરનો કેબલ કપાયો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા પંથકમાં કેબલચોરોનો ઉપદ્રવ વધ્યો
  • સાંથલ પોલીસ ફરિયાદને બદલે માત્ર નોંધ કરતી હોવાનો ખેડૂતોમાં આક્રોશ

મહેસાણા તાલુકાના પાલજ અને ઇજપુરા ગામની સીમમાં ઉનાળામાં પિયતના બોર બંધ થતાંની સાથે જ તસ્કરોએ માથું ઊંચક્યું છે અને છેલ્લા એક અઠવાડિયામાં 7 જેટલા ખેડૂતોના બોરના કેબલો કાપી ચોરી જતાં ખેડૂતોમાં ભયનો માહોલ ખડો થયો છે. બીજી બાજુ, સાંથલ પોલીસ ફરિયાદ નોંધવાને બદલે માત્ર અરજી લેતી હોવાનો આક્રોશ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક બોર પર તો ઉનાળુ વાવેતર કરાયેલું કેબલ કપાઇ જતાં પિયત પણ અટકી પડ્યું છે.

મહેસાણા તાલુકા ભાજપ કિસાન મોરચાના પૂર્વ મહામંત્રી અમૃતભાઇ મોહનદાસ પટેલે જણાવ્યું કે, પાલજ અને ઇજપુરા સીમમાં છેલ્લા એક અઠવાડિયામાં ગમાનપુરા રોડ પર પટેલ વાસુભાઇ છગનદાસ, વીરમાં પટેલ બાબુભાઈ પ્રભુદાસ, પટેલ કાંતિભાઇ શીવરામદાસ અને રમેશભાઈ વૈષ્ણવ, ઉદેલા રોડ પર પટેલ ઉમેદભાઈ હિરદાસ અને પટેલ હેમરાજ જોઇતારામ તેમજ વેલેમાં પટેલ મહેન્દ્ર અંબારામના બોર પરથી કેબલ ચોરાયા છે. એક બોરે તો 10 ફૂટના અંતરે ખાડા કર્યા છે.

તેમણે જણાવ્યું કે, કેબલ ચોરી અંગે સાંથલ પોલીસ સ્ટેશનમાં પાકી એન્ટ્રી ફરિયાદ નોંધતા નથી. ગયા વર્ષે એસપીને લેખિત આપી હોવા છતાં ફરી ચોરીઓ શરૂ થઇ છે. તસ્કરો ઓછામાં ઓછા 20થી 45 ફૂટ સુધી કેબલ કાપી ગયા છે. જેને કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કેટલાક બોર પર તો ઉનાળુ વાવેતર કરાયેલું કેબલ કપાઇ જતાં પિયત પણ અટકી પડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...