વેરાની કામગીરી:મહેસાણા શહેરમાં વેરો વસૂલવા ઠેકો લેવા માટે 7 એજન્સી તૈયાર

મહેસાણા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેન્ડરોમાં એક એજન્સીનો સૌથી ઓછો ભાવ 1.90 % ભાવ આવ્યો

મહેસાણા શહેરમાં વર્ષો જૂના કરોડોના બાકી વેરાની વસૂલાત એજન્સી રાહે કરવાનો પાલિકાએ નિર્ણય કર્યો છે.જેમાં બાકી વેરા વસૂલાત કરીને એજન્સી પાલિકામાં જમા કરાવે તેમાંથી નિયત ટકા કમિશન એજન્સીને આપવા માટે કરાયેલ ટેન્ડરીંગમાં આવેલ 7 એજન્સીઓના ભાવ ખુલ્યા હતા.જેમાં સૌથી ઓછા ભાવ 1.90 ટકા અંબિકા મંડપ ડેકોરેર્ટસનો આવ્યો છે. હવે આગામી કારોબારી બેઠકમાં પરામર્શ કરીને એજન્સી નક્કી કરાશે.

શહેરમાં રહેણાંક અને કોમર્શીયલ મિલ્કતો પૈકી ઘણી મિલ્કતોના વર્ષો જૂના બાકી વેરાની વસૂલાત અધ્ધરતાલ રહેતાં ઠેકેદાર મારફતે બાકી વેરા વસૂલવા માટે પાલિકાએ ટેન્ડર પ્રક્રિયા કરી છે. જેમાં અલગ અલગ 7 ટેન્ડર આવતાં મંગળવારે પાલિકા ખાતે આ ટેન્ડરો ખોલવામાં આવ્યા હતા.જેમાં નિયત એજન્સી પાલિકાને બાકી વેરા પૈકીની જે રકમ જમા કરાવે તે રકમની નિયત ટકાવારી એજન્સીને પાલિકા આપશે.

આ ટેન્ડરીંગ ભાવો ખોલતાં એક એજન્સીએ વસૂલાતની રકમના 1.90 ટકા (રૂ. 100 એ રૂપિયા 1.90 કમિશનલેખે) માં બાકી વેરા વસૂલવા તૈયારી દર્શાવી છે. જ્યારે 7 એજન્સી પૈકી 1 એજન્સીએ સૌથી વધુ 8.79 ટકા ભાવમાં બાકી વેરા વસૂલાતની તૈયારી દર્શાવી છે.હવે આગામી કારોબારીમાં સત્તાધીશો એજન્સી ભાવ અંગે નિર્ણય કરશે.

અન્ય સમાચારો પણ છે...