તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોપીઓ હાજર:મહેસાણા ખાતે 2017 માં 'આઝાદી કૂચ' કાર્યક્રમમાં પરવાનગી વગર રેલી કરતા 12 લોકો પર ગુનો દાખલ થતા 7 આરોપીઓ કોર્ટમાં હાજર થયા

મહેસાણા2 મહિનો પહેલા
 • કોર્ટમાં આજે એનસીપી નેતા રેશ્મા પટેલ હાજર રહ્યા
 • 5 એપ્રિલે મુદ્દત પડતા રેશ્મા પટેલ અને જીગ્નેશ મેવાણી હાજર રહેશે

મહેસાણામાં 2017 માં આઝાદી કૂચની રેલી યોજાઈ હતી. જેમાં પરવાનગી વગર રેલી નીકળવામાં આવી હતી. એ મામલે આઝાદી કૂચ રેલીના મુદ્દે 12 લોકો સામે ફરિયાદ થઈ હતી.

કોર્ટે આગામી 5 એપ્રિલે મુદ્દત આપી

જેમાં રેશ્મા પટેલ, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કનૈયાકુમાર સહિત 12 આરોપી સામે ફરિયાદ થઈ હતી. જેમાં આ કેસને ચાર્જફ્રેમ માટે આરોપીઓને હાજર રહેવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જેમાં આજ રોજ 11 વાગ્યાના આસપાસ આ કેસ મામલે રેશ્મા પટેલ મહેસાણા કોર્ટમાં હાજરી આપી હતી. તેમજ કોર્ટે આગામી 5 એપ્રિલે મુદ્દત આપી છે. જેમાં રેશ્મા પટેલ અને જીગ્નેશ મેવાણી 5 એપ્રિલે હાજર રહેશે.

બધાને એકસાથે હાજર રહેવાનો કોર્ટે હુકમ કર્યો

રેશ્મા પટેલે જણાવ્યું હતું કે સામાન્ય એવો કેસ છે. છતાં દુઃખ સાથે કહેવું પડે છે કે પાંચ પાંચ વર્ષથી અમે કોર્ટમાં ધક્કા ખાઈએ છીએ. અને આગળ 5 તારીખ આપવામાં આવી છે. અને 5 તારીખે ચાર્જફ્રેમ ફાઇલ કરવા માટે બધાને એકસાથે હાજર રહેવાનો કોર્ટે હુકમ કર્યો છે. તેમજ આજે 7 જેટલા આરોપીઓ હાજર રહ્યાં છીએ.

કોર્ટમાં આજે એનસીપી નેતા રેશ્મા પટેલ હાજર રહ્યા
કોર્ટમાં આજે એનસીપી નેતા રેશ્મા પટેલ હાજર રહ્યા

સાચા આરોપીઓની પાછળ કોર્ટ અને પોલીસે સમય બગાડવાની જરૂર છે - રેશ્મા પટેલ

રેશ્મા પટેલે વધુમાં જણાવ્યું હતું કે સાચા આરોપીઓની પાછળ કોર્ટ અને પોલીસે સમય બગાડવાની જરૂર છે. ના કે સ્વતંત્ર સેનાની જેમ લડત લડે છે તેવાની પાછળ આવા તાયફાઓ કરી રહ્યાં છે. એ વસ્તુ સાબિત કરે છે કે હવે ગુજરાતમાં અને અપડા દેશમાં લોકશાહી નહીં પણ ઠોક શાહી સ્થાપિત થઈ ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો