સહાય અટવાઇ:જિલ્લામાં 69 કોરોના મૃત્યુ કેસની સહાયનું ચૂકવણું બાકી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાન્ટ નહીં ફાળવાતાં મહિનાથી સહાય અટવાઇ​​​​​​​

મહેસાણા જિલ્લામાં કોરોના મૃત્યુ સહાયના 69 કેસ એક મહિનાથી મંજૂર થયેલાં છે, પરંતુ ગ્રાન્ટના અભાવે ચૂકવણું અટકી પડ્યું છે. એપ્રિલમાં નાણાકીય વર્ષ બદલાતાં હવે રાજ્ય કક્ષાએથી ગ્રાન્ટ આવ્યે મંજૂર કેસોમાં સહાય ચૂકવાશે તેમ કલેક્ટર કચેરીના સૂત્રોએ કહ્યું હતું.

મહેસાણા શહેરમાં કેટલાક કોવિડ મૃત્યુ કેસમાં સહાય માર્ચ મહિનામાં મંજૂર કરાયેલી છે, પરંતુ મૃતકના પરિવારને હજુ સહાય ચૂકવાઇ નથી. આવું અન્ય તાલુકામાં પણ છે. જિલ્લામાં અત્યાર સુધી મહેસાણા શહેરમાં 21, વિસનગરમાં 15, વિજાપુરમાં 14, કડીમાં 6, વડનગરમાં 5, જોટાણામાં 3, બહુચરાજીમાં 2 અને ખેરાલુમાં 1 મળી કુલ 69 કોરોના મૃત્યુ સહાયના મંજૂર કેસમાં રૂ.50-50 હજાર લેખે કુલ રૂ.34.50 લાખ સહાય ચૂકવવાની થાય છે. પરંતુ ગ્રાન્ટના અભાવે તે ચૂકવી શકાઇ નથી. ઉલ્લેખનિય છે કે, જિલ્લામાં અત્યાર સુધી કોરોના મૃત્યુના કુલ 3405 કેસમાં રૂ.17,02,50,000ની સહાય ચૂકવાઇ છે. જેમાં સરકારી યાદી મુજબના 176 કોરોના મૃતકનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...