તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક માટે 687 ઉમેદવારોએ પ્રમાણપત્રોની ખરાઇ કરાવી

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ત્રણ દિવસ કેમ્પ કરાયો
  • કેમ્પમાં ગેરહાજર 107 ઉમેદવારો પૈકી 40 ટકા ઉ.મા.માં જોડાઇ ગયા છે

રાજ્યમાં ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા માટે મેરિટબેઝ ઉમેદવારોને જે-તે જિલ્લામાં લાયકાતના પ્રમાણપત્રોની ખરાઇ કરાવવા સુચવાયું હતું. જેમાં રાજ્યમાંથી 794 ઉમેદવારોએ પ્રમાણપત્રોની ખરાઇ માટે ઓનલાઇન મહેસાણા જિલ્લાની પસંદગી કરી હતી. જે માટે શિક્ષણાધિકારી કચેરી દ્વારા ત્રણ દિવસ યોજાયેલા કેમ્પમાં 687ઉમેદવારોએ પ્રમાણપત્રોની ખરાઇ કરાવી હતી, જ્યારે 107 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.

મહેસાણા જિલ્લામાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા માટે ઉમેદવારોના પ્રમાણપત્રોની ખરાઇ માટે યોજેલા કેમ્પમાં ગેરહાજર રહેલા 107 ઉમેદવારોનો ટેલીફોનિક સંપર્ક કચેરી દ્વારા કરાયો હતો. જેમાં 40 થી 50 ટકા ઉમેદવારો અગાઉ ઉચ્ચત્તર માધ્યમિકમાં પસંદગી પામ્યા હોઇ, જ્યારે કેટલાકને વિવિધ કારણોસર અનુકૂળ ન હોઇ આવ્યા હાજર રહ્યા ન હતા.

શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ કહ્યું કે, ઉમેદવારોના પ્રમાણપત્રોની ખરાઇ પછી હવે રાજ્યનો શિક્ષણ વિભાગ પ્રોવિઝનલ મેરિટ યાદી બહાર પાડશે. ત્યાર પછી કોઇને વાંધો હોય તો અરજીની તક અપાશે અને તેના નિકાલના અંતે ફાઇનલ મેરિટયાદી બહાર પાડી પ્રક્રિયાના અંતે માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...