તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓક્સિજન બોટલોનો વપરાશ:જિલ્લામાં મે મહિનામાં 67616 બોટલ ઓક્સિજન કોરોના દર્દીઓમાં વપરાયો

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ડસ્ટ્રીઝમાં 6 મહિના ચાલી શકે એટલો ઓક્સિજન મે માં વપરાયો

જિલ્લામાં મે મહિનાના 31 દિવસમાં કુલ 67616 બોટલ અને ત્યાર પછીના જૂનના ત્રણ દિવસ 2226 મળીને 34 દિવસમાં કુલ 69842 બોટલ ઓક્સિજન હોસ્પિટલોમાં દર્દીઓની સારવારમાં વપરાયો છે. છમહિના જિલ્લાની ઇન્ડસ્ટ્રીઝમાં ચાલી જાય એટલી ઓક્સિજનની બોટલો માત્ર મે મહિનામાં દર્દીઓના શ્વાસ ચાલુ રાખવા વપરાયો છે. એમાયે કોરોના ન હોય તો સામાન્ય આખા વર્ષ દરમ્યાન જિલ્લામાં મેડિકલ પાછળ માંડ 1800 જેટલી ઓક્સિજન બોટલની જરૂર રહેતી હતી.

મે મહિનાના 31 દિવસમાં જિલ્લામાં કુલ 41384 બોટલ ઓક્સિજન વિવિધ હોસ્પિટલોમાં દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાઇ, તો 34329 બોટલ જિલ્લા બહાર પાલનપુર, અરવલ્લી સહિતની હોસ્પિટલોમાં દર્દીઓને ઓક્સિજન સપ્લાય થયો હતો.

મે મહિનાના 31 દિવસમાં 747 ટન ઓક્સિજન દર્દીઓની સારવારમાં વપરાયો હતો.જિલ્લામાં 1 મેથી 27 મે દરમ્યાન વડનગર જીએમઇઆરએસ મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં ઓક્સિજન લીક્વીડનો 89610 ક્યુબીક મીટર, મહેસાણા સાંઇક્રિષ્ણા હોસ્પિટલમાં 28275 ક્યુબીક મીટર અને વિસગનર નૂતન હોસ્પિટલને 20010 મળીને આ ત્રણ હોસ્પિટલને કુલ 137895 ક્યુબિક મીટર લીકવીડનો જથ્થો દર્દીઓની સારવારમાં આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...