તસ્કરી:ઊંઝામાં કલરની દુકાનમાંથી 6.65 લાખનો સામાન ચોરાયો

ઊંઝા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરો સીસીટીવી કેમેરાનું ડીવીઆર, સ્માર્ટ ટીવી, રોકડ સહિત ચોરી ગયા

ઊંઝા શહેરની શીતલ સોસાયટીમાં રહેતા વિપુલકુમાર વિસાભાઈ પટેલ ઊંઝા હાઇવે પર આવેલ ફાયર સ્ટેશનની બાજુમાં બાલાજી બિલ્ડવેર નામની કલરની દુકાન ધરાવે છે. જે દુકાન તેઓ નિત્યક્રમ મુજબ બંધ કરી ઘરે ગયા હતા.

રાત્રિ દરમ્યાન અજાણ્યા શખ્સો દુકાનના શટરના તાળાનો નકુચો કાપી દુકાનમાં પ્રવેશ કરી અલગ અલગ બ્રાન્ડના લક્ઝુરિયર્સ વુડ ફિનિશના ટીન કુલ 49 કીમત રૂપિયા 5,69,000 તથા સીસીટીવી કેમેરાનું ડીવીઆર તથા સ્માર્ટ ટીવી કીંમત રૂપિયા 6000 તેમજ રોકડ રકમ રૂપિયા 90,000 મળી કુલ રૂપિયા 6,65,000 ના મુદામાલની ચોરી કરી લઈ જતાં આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે ગુનો દાખલ કરાયો હતો પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...