ઠગાઈ:જગન્નાથપુરાનાં મહિલા સરપંચ સાથે 66 હજારની ઓનલાઈન ઠગાઈ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બજાજ ફાઈનાન્સનું કાર્ડ કઢાવવા કસ્ટમર કેરમાં ફોન કરતાં પૈસા ઉપડ્યા
  • ​​​​​​​ઠગાઈના ત્રણ મહિના બાદ ત્રણ સામે ઊંઝા પોલીસમાં ફરિયાદ નોંધાઈ

ઊંઝા તાલુકાના જગન્નાથપુરા ગામના મહિલા સરપંચને બજાજ ફાઈનાન્સ કાર્ડ આપવાના બહાને એપ ડાઉનલોડ કરાવી 3 શખ્સોએ બેન્કનાં ખાતામાંથી રૂપિયા 66,994 ઉપાડી લઈને ઓનલાઈન ઠગાઈ આચરી છે. એચડીએફસી બેન્કના ખાતામાંથી ઉપાડેલા નાણાં પશ્ચિમ બંગાળ અને બિહારના શખ્સોના ખાતામાં ટ્રાન્સફર થયા હોવાથી ઊંઝા પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

જગન્નાથપુરાના સરપંચ હિનાબેન પ્રહલાદભાઈ ચૌહાણે બજાજ ફાઈનાન્સનું કાર્ડ કઢાવ્યા બાદ ઓપન થતું નહી હોવાથી ગુગલમાં કસ્ટમર કેર નંબર મેળવીને તેના ઉપર વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન એક શખ્સે પ્લે સ્ટોરમાંથી ક્વીક સપો નામની એપ ડાઉનલોડ કરાવી હતી. ત્યારબાદ ઊંઝા સ્થિત એચડીએફસી બેન્કના ખાતામાંથી ટુકડે-ટુકડે રૂપિયા 66,994 ઓનલાઈન ઉપાડી લીધા હતા.

આ અંગે પોલીસને જાણ કરાતા સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરી હતી. સાયબર ક્રાઈમ પોલીસની તપાસ દરમિયાન મહિલા સરપંચના ખાતામાંથી ઉપાડેલા નાણાં પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુરના પન્ચગ્રામમાં રહેતા અલીશા ફકીર મોકસેદઅલી તેમજ બિહારના ગયા જિલ્લાના સાપનેરી ગામના સંપન્ના બિશ્વાસના ખાતામાં ટ્રાન્સફર થયા હતા. ઊંઝા પોલીસે ઠગાઈ આચર્યાના 3 માસ બાદ 3 સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...