ઓનલાઇન ભરતી મેળા:કોરોનાકાળમાં ઓનલાઇન ભરતી મેળામાં 657 યુવાનોને નોકરી મળી

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારી દરમિયાન એપ્રિલ મહિનાથી રોજગાર ભરતી મેળા બંધ થયા બાદ જુલાઈ મહિનાથી ધીરે ધીરે રોજગારીની તકો ખુલી છે. આ સાથે મહેસાણા જિલ્લા રોજગાર કચેરીએ પણ ઓનલાઇન ભરતી મેળા શરૂ કર્યા છે, જેમાં છેલ્લા બે મહિનામાં 15 કંપનીઓ મારફતે 3786 પૈકી 657 બેરોજગારોની પ્રાથમિક પસંદગી કરાઇ છે. નોકરીદાતા કંપનીઓએ આઈટીઆઈ, ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, ધોરણ 10 પાસ યુવાનોને સર્વિસ, સેલ્સ, ઇન્ડસ્ટ્રીઝ અને ટેકનિકલ વર્ગના કામે સંપર્ક કર્યા હતા. જોકે, રોજગાર કચેરીના સૂત્રોનું માનીએ તો, દર મહિને એવરેજ 400થી વધુની જોબ પ્લેસમેન્ટ માટે પ્રાથમિક પસંદગી થતી હતી, તે જોતાં કોરોનાકાળમાં 30 ટકાનો ઘટાડો આવ્યો છે.

દિવાળી પહેલાં ઓટોમોબાઇલમાં સેલ્સ અને સર્વિસ સેક્ટરમાં સ્ટાફની માંગ વધશેે
ઓટોમોબાઇલ ક્ષેત્ર ગ્રોથમાં આવી રહ્યું છે. સ્કિલ્ડ ગ્રેજ્યુએટની સર્વિસ અને સેલ્સમાં ભરતી થવા લાગી છે. અમારી કંપનીમાં તાજેતરમાં 7ને એપોઈન્ટ કર્યા છે. રોજગાર કેન્દ્રથી ઓનલાઇન ભરતી મેળામાં નામ સૂચવાયા હતા, પ્રાઇવેટ કંપનીના ડેટા મારફતે તાલીમ પામેલા હોય એવા યુવાનોને જોબ રીક્રુટમેન્ટમાં લેવાયા છે. > રાહુલભાઈ મોચી, એચઆર મેનેજર, રિયા કાર્સ પ્રા.લી. મહેસાણા

ક્લાસીસ બંધ થયું, 6 મહિને જોબ મળી
મહેસાણામાં તાવડિયા રોડ નજીક ભાડાના મકાનમાં રહેતાં અનુબેન રાવત બીસીએના બીજા વર્ષના અભ્યાસ સાથે પરિવારને ઘરખર્ચમાં મદદરૂપ બની રહી છે. કોરોનામાં કોમ્પ્યુટર ક્લાસ બંધ થતાં જોબ ચાલી જતાં 6 મહિના ઘરે બેસી રહેવું પડ્યું. હવે જોબ મળતાં ફરી ઘરખર્ચમાં સેટલ થયાની અનુભૂતિ વ્યક્ત કરી હતી. > અનુબેન રાવત, નોકરિયાત

ક્રોસકટિંગ પછી નવા પ્લેસમેન્ટમાં સ્કેલમાં ફાયદો થશેે
કોરોનામાં ઘણી કોર્પોરેટ કંપનીઓ અને ઈન્ડસ્ટ્રીઝોમાં જોબમાં ક્રોસ કટીંગ થયા. જે ઊંચા પગારના જૂના કર્મચારીઓના વધુ રહ્યા. અનલોકમાં ખૂલતાં ખાસ કરીને મેનપાવરના એકમો કંપનીઓમાં મેન્યુફેક્ચરિંગ સાથે સ્ટાર્ટઅપ શરૂ થયું છે. સ્વાભાવિક રીતે જરૂરી મેનપાવર ભરતીમાં ક્રોસ કટીંગ પછી આવતા નવા એમ્પ્લોયરને સ્કિલબેઝ પગાર સ્કેલમાં ફાયદો થઇ શકે. આ ક્રોસ કટીંગ પછી જોબ પેકેજની ધીરે-ધીરે સારી અસર આવશે. > અર્પણ યાજ્ઞિક, સીએ

કોરોના પછી નવી જોબમાં પગાર સ્કેલ નીચે જઈ રહ્યા છે
કોરોના મહામારી છ મહિનાથી અટકવાનું નામ લેતી નથી. આ દરમિયાન કોર્પોરેટ, મેન્યુફેક્ચર, સર્વિસ સેન્ટર, રિયલ એસ્ટેટ સહિતના ક્ષેત્રોમાં સ્વાભાવિક રીતે નવા એમ્પ્લોયમેન્ટ 40થી 50 ટકા ડાઉન છે. મેનપાવર ધરાવતા દરેક ક્ષેત્રોમાં નવી જોબ મેળવતા યુવાનો માટે અપેક્ષા કરતાં પગાર સ્કેલ ડાઉન થઈ રહ્યો છે. જોબ માટે ઓછા પેકેજની તૈયારી રાખવી પડે એવી સ્થિતિ છે. > દિનેશ છાબડા, સીએ મહેસાણા

કંપનીમાં ટેકનિકલ યુવાનોની ડિમાન્ડ
સાણંદની કંપનીમાં ITI સેક્ટરોના યુવાનોની જરૂર હોઇ રોજગાર કેન્દ્ર મારફતે 50 યુવાનોનો સંપર્ક કર્યો, જેમાંથી જુલાઈમાં 25 જણ નોકરીમાં ગયા અને મહિનામાં 23 છૂટા થઈ ગયા. હાલની જનરેશનમાં વર્કિંગ ક્ષમતા ઘટી રહી છે. > નિતેશભાઇ, બ્રધર્સ કન્સલ્ટન્સી

અન્ય સમાચારો પણ છે...