તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ ફી માફી:વિદ્યામંદિરમાં કેજીથી ધો.4 સુધી 60% અને ધો.5થી 8ની 50% શિક્ષણ ફી માફી

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાકાળમાં રૂ.એક હજાર સુધીની પ્રવેશ અને સત્ર ફી માફ કરાઇ

કોરોના મહામારીમાં મહેસાણાની નાગલપુર કોલેજ સામે આવેલી વિદ્યામંદિર વિદ્યાલય દ્વારા કેજીથી ધોરણ 4 સુધી શિક્ષણ ફીમાં 60 ટકા અને ધોરણ 5થી 8માં 50 ટકા ફી માફી જાહેર કરાઇ છે. જ્યારે કોરોનામાં નિરાધાર બાળકોને તમામ ફીમાંથી મુક્તિ અપાશે.

સંચાલક રમેશભાઇ ચૌધરીએ જણાવ્યું કે, કોરોના મહામારીમાં વાલીઓ તેમના બાળકોને સારી રીતે ભણાવી શકે તે માટે ફીમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની પ્રેરણાથી અમે પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, ઉપપ્રમુખ કાનજીભાઇ દેસાઇ, મુકેશભાઇ પટેલ વગેરે સાથે બેઠક પણ યોજી હતી. વર્તમાન સ્થિતિને ધ્યાને લઇ એક વર્ગમાં માત્ર 25 બાળકોને જ રાખવાનો નિર્ણય કર્યો છે. જુનિયર કેજીથી માંડી ધો.8 સુધીમાં પ્રવેશ અને સત્ર ફી રૂ.એક-એક હજાર હતી, જે પૂરેપૂરી માફ કરાશે. જ્યારે કેજીથી ધો.4 સુધી શિક્ષણ ફીમાં 60 ટકાનો ઘટાડો કર્યો છે. ધોરણ 5 થી 8માં શિક્ષણ ફીમાં 50 ટકા માફી કરાઇ છે.

શબરી સ્કૂલ કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને ફ્રી ભણાવશે
શબરી સ્કૂલના સંચાલક સુમન નાયરે કહ્યું કે, ધો.1 થી 12ની સ્કૂલમાં 1800 જેટલા વિદ્યાર્થી છે. કોવિડમાં જે બાળકે માતા-પિતા ગુમાવ્યા હોય તે બાળકને ધોરણ 12 સુધી ફ્રી એજ્યુકેશન આપવાનો મેનેજમેન્ટે નિર્ણય કર્યો છે. આવા બાળકની ધોરણ 1 થી 12 સુધી સંસ્થા ફી લેશે નહીં.

અન્ય સમાચારો પણ છે...