દરોડો:મહેસાણાના શોભાસણ રોડ પરની મીમી સોસાયટીમાં જુગાર રમી રહેલા 6 શખ્સો ઝડપાયા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 6 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

મહેસાણા શહેરમાં આવેલા શોભાસણ રોડ પર મીમ સોસાયટી કેટલાક ઈસમો જુગાર રમતા હોવાની બાતમી મહેસાણા એલસીબી ટીમને મળી હતી.બાતમી મળતા જ ટીમે શોભાસણ રોડ પર આવેલ સોસાયટીમાં દરોડો પાડી મકાનમાં જુગાર રમતા 6 જુગારીને રંગે હાથ ઝડપી લીધા હતા.તમામ જુગારી વિરુદ્ધ મહેસાણા એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં ગુનો નોંધાવી વધુ તપાસ આદરી છે

મહેસાણા એલસીબી ટીમેં બાતમી આધારે શહેરમાં આવેલ શોભાસણ રોડ પરની મીમ રેસીડેન્સી સોસાયટીમાં આવેલા મકાન નં 60માં દરજી ભાર્ગવ બહારથી માણસો બોલાવી જુગાર રમાંડતો હોવાની બાતમી મહેસાણા એલસીબી ટીમને મળી હતી.બાતમી મળતા ટીમે સોસાયટી દરોડ પાડ્યો હતો. જ્યાં જુગાર રમતા દરજી ભાર્ગવ,વોરા હનીફ ભાઈ,સુમરા જહુરભાઈ,સદ્દામ મહમદ ભાઈ,હૈદર બાદર ભાઈને ઝડપી લીધા હતા

તપાસ દરમિયાન પોલીસે મકાન માંથી 49 હજાર 400 રોકડા,7 મોબાઈલ કિંમત 35 હજાર 500,5 વાહન મળી કુલ 6 લાખ 84 હજાર 900નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...