તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લાંઘણજ પોલીસે ચોરી અને મારામારીના ગુનામાં પકડેલા 5 આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહેસાણા તાલુકાના ચલુવા અને ધાંધુસણ ગામના 9 આરોપીઓ પૈકી 5 નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસબેડામાં હડકંપ મચ્યો છે.અને કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવેલા પોલીસકર્મીઓમાં પણ ભયનો માહોલ ઊભો થયો છે. લાંઘણજ પોલીસ સ્ટેશનને સેનેટાઈઝ કરાયુ હતુ.અને ચલુવા અને ધાંધુસણગામમાં પ્રવેશ બંધી કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.જ્યારે છઠીયારડા ગામના 49 વર્ષિય રિક્ષા ચાલકનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડ 67 પર પહોંચ્યો છે.જેને લઈ આરોગ્યતંત્રમાં દોડધામ મચી ગઈ છે. ધાધુસણ ગામની સીમમાં એલએન્ડટી કંપનીના સ્ટોર્સમાંથી તાજેતરમાં 2.92 લાખના ઇલેક્ટ્રીક સામાનની થયેલ ચોરીના ગુનામા લાંઘણજ પોલીસે ધાંધુસણ ગામના 7 આરોપીઓની ધરપકડ કરી તપાસના કામે પોલીસ સ્ટેશનમાં રાખ્યા હતા. તેમજ મારામારીના ગુનામા ચલુવાના બે શખ્સોની અટકાયત કરાઇ હતી.ઉપરોકત બન્ને ગુનાના 9 આરોપીઓને તપાસ બાદ સબજેલમાં મોકલતા પહેલા બે દિવસ અગાઉ નિયમ મુજબ મહેસાણા સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલમાં દાખલ કરીને સેમ્પલ લેવાયા હતા.જેમાં 5 આરોપીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા તમામને સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલમાં આઇસોલેટ કરાયા હતા.પોલીસ સ્ટેશનમાં રખાયેલા આરોપીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસતંત્રની સાથોસાથ આરોગ્ય વિભાગ દોડતુ થઇ ગયુ છે.તમામ આરોપીઓને લાંઘણજ પોલીસ સ્ટેશનમાં રખાયેલ હોઇ તેમના સંપર્કમા આવેલા પોલીસકર્મીઓ સંબંધે આરોગ્ય વિભાગે સર્વે શરૂ કરી પોલીસ સ્ટેશનને સેનેટાઈઝ કરાયુ હતુ.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.