કાર્યવાહી:કડીના પંથોડામાંથી 26500ના મુદ્દામાલ સાથે 6 જુગારી ઝબ્બે

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કડી અને અમદાવાદના સાણંદના જુગારી ઝડપાયા
  • ​​​​​​​બાતમી આધારે મહેસાણા એબસીબીની બાગવાળા કૂવા વિસ્તારમાં રેડ

કડીના પંથોડા ગામે મહેસાણા એલસીબીએ રેડ કરી કડી અને સાણંદના 6 જુગારીઓને રૂ. 26500ની મત્તા સાથે ઝડપી બાવલુ પોલીસને સોંપ્યા હતા.કડીના પંથોડા ગામમાં બાગવાળા કૂવા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની બાતમી આધારે મહેસાણા એલસીબી પોલીસે સ્થળ પર રેડ કરી હતી.

જ્યાં જુગાર રમતાં અાદમભાઇ હયાતભાઇ સિપાઇ, ( પંથોડા, કડી) યુસુફભાઇ દાદુભાઇ સિપાઇ (પંથોડા, કડી), હિતેન્દ્રકુમાર વિરચંદભાઇ પરમાર (સારી, તા. સાણંદ), મોહમદભાઇ નસીબભાઇ સિપાઇ (પંથોડા, કડી), હાજીભાઇ કમજીભાઇ મલેક ( દેલ્લા, તા.કડી) અને અયુબભાઇ અલીભાઇ સિપાઇ (પંથોડા, તા. કડી)ને રૂ. 26500ના મુદ્દામાલ સાથે પકડીને તેમની વિરુધ્ધ બાવલુ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ કાર્યવાહી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...