કડી તાલુકાના ખાવડ ગામે ખાવડથી વાધરોડા જતા રોડ ઉપર વીરાની તલાવડી પા તરીકે ઓળખાતી જગ્યામાં ખાવડના કેટલા ઈસમો ખુલ્લી જગ્યામાં હાર જીતનો ગંજીપાના નો જુગાર રમી રહ્યા છે તેવી બાવલું પોલીસને મળેલી બાતમીને આધારે રેડ કરતા 6 જુગારી 10200 ની રકમ સાથે પકડાયા હતા. બાવલી પોલીસ સ્થળ ઉપર પહોંચતા નાસભાગ મચી ગઈ હતી. પરંતુ પોલીસે તમામને ઝડપી લીધા હતા અને બાવલું પોલીસે તમામ સામે જુગાર ધારા હેઠળ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ જુગારી ઝડપાયા
1. પટેલ દશરથભાઈ જાદવજીભાઈ કાળીદાસ
2. પટેલ ભરતભાઈ ચંદુલાલ જોઈતારામ
3.પટેલ કાળુભાઈ આત્મારામ રણછોડભાઈ
4.પટેલ કનુભાઈ બળદેવભાઈ ત્રીકમભાઈ
5. પટેલ રાજેશકુમાર ભઈલાલભાઈ ગિરધરદાસ
6.ઓડ કાળુભાઈ વિશાભાઈ શિવાભાઈ રહે.તમામ ખાવડ તાલુકો કડી જીલ્લો મહેસાણા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.