અકસ્માત:ખેરાલુના ચાણસોલ-કોદરામ વચ્ચે ગાડી પલટી ખાતાં 6 જાનૈયાને ઇજા

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • તેનીવાડાની જાન સાંતલપુરના ભીમપુરથી પરત જતી હતી
  • ખેરાલુથી વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

વડગામ તાલુકાના તેનીવાડાથી સતલાસણાના ભીમપુર ગામે લગ્ન પ્રસંગ પતાવી પરત ફરી રહેલા જાનૈયાઓને બુધવાર સાંજે ખેરાલુના ચાણસોલ-કોદરામ વચ્ચે અકસ્માત નડતાં 6 જાનૈયાઓને ઇજા પહોંચી હતી. ગાડીનો ચાલક સ્ટેયરીંગ પરનો કાબુ ગુમતાં ગાડી ખેતરમાં પલટી મારી ગઇ હતી. ઇજાગ્રસ્તોને 108 ની મદદથી ખેરાલુ સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વડગામના તેનીવાડા ગામના કાંતિભાઇ મગનભાઇ પરમારના દીકરા ભાવેશના લગ્નની જાન બુધવાર સવારે અલગ-અલગ ગાડીઓમાં સતલાસણાના ભીમપુર ગામે આવી હતી. લગ્ન પ્રસંગ પતાવી પરત ફરી રહેલા જાનૈયાઓની ગાડી (જીજે 01 એફટી 7098) સાંજના 5.30 વાગે ખેરાલુના ચાણસોલ- કોદરમ ગામ વચ્ચેથી પસાર થતી હતી ત્યારે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં ગાડી ખેતરમાં પલટી મારી ગઇ હતી.

ઘટના સ્થળે દોડી આવેલા સ્થાનિકોએ ઇજાગ્રસ્ત થયેલા 6 વ્યક્તિઓને બહાર કાઢી 108માં સારવાર અર્થે ખેરાલુ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે વડનગર સિવિલમાં રિફર કરાયા હતા. ખેરાલુ પોલીસે ગાડીચાલક સામે ફરિયાદ નોંધી છે.

6 ઇજાગ્રસ્તોના નામ
1. કાંતિભાઇ મગનભાઇ પરમાર (55) (રહે.તેનીવાડા)
2. મોહનભાઇ ગમાભાઇ ચૌહાણ (રહે.તેનીવાડા)
3. ધર્માભાઇ વિરાભાઇ (રહે.કુંડેલ, તા.દાંતા)
4.ભીખાભાઇ કાળુભાઇ સાઢુ (રહે.આકેસણ, તા.પાલનપુર)
5. જીનલબેન હર્ષદભાઇ પરમાર (13)
6. રાધિકાબેન હર્ષદભાઇ પરમાર (12)

અન્ય સમાચારો પણ છે...