જુગારીઓ ઝડપાયા:વિજાપુર મામલતદાર ઓફિસ નજીક આદિત્ય બિઝનેશ પાર્કમાં જુગાર રમતા 6 ઝડપાયા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુર શહેર માં મામલતદાર નજીક આવેલ કોમ્પલેક્ષમાં જુગાર રમતા હોવાની હાતમી પોલીસને મળતા પોલીસે દરોડો પાડી જુગાર રમતા 6 જુગારીને દબોચી લઇ તમામ વિરુદ્ધ વિજાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

વિજાપુર પોલીસને બાતમી મળી હતી કે વિજાપુર માં આવેલ મામલતદાર ઓફિસ સામે આદિત્ય બિઝનેસ પાર્ક ની ખુલી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે.બાતમી આધારે વિજાપુર પોલીસે દરોડો પડ્યો હતો પોલીસ જોઈ જુગરીઓ ભાગ્યા હતા જોકે પોલીસે દોડીને પીછો કરી જુગારીને ઝડપી લીધા હતા તેમજ રોકડ રકમ 34750 તેમજ દાવ પરથી મળી આવેલ રોકડ રકમ રૂ 3150 મળી કુલ 37900 રોકડા મોબાઈલ 5 કિંમત 1,25,750 બે બાઈક કિંમત 40 હજાર મળી કુલ 2 લાખ 3 હજાર 650 નો મુદ્દામાલ ઝપ્ત કરી 6 સામે ગુનો દાખલ કર્યો હતો.

ઝડપાયેલા જુગારી

  • (1) નીતિન રમેશભાઈ પટેલ
  • (2) હિતેશ વિષ્ણુભાઈ પટેલ
  • (3)કિશન વિષ્ણુભાઈ પટેલ
  • (4)રાકેશ બળદેવભાઈ પટેલ
  • (5)સેધાજી રામસંગભાઈ વણઝારા
  • (6)મિતેષ અશ્વિ ભાઈ પટેલ
અન્ય સમાચારો પણ છે...