તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેડ:મહેસાણા જીઆઈડીસીમાં બજરંગ સ્ક્રેપ ટ્રેડર્સની ઓરડીમાં બેસીને જુગાર રમતાં 6 શખ્સ ઝડપાયા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીએ રૂ.22,170ની રોકડ, 4 મોબાઇલ સાથે રૂ.59,170નો મુદ્દામાલ કબજે કર્યો

શ્રાવણિયો જુગાર રમવાની મોસમ પૂરજોરમાં ખીલી હોય તેમ જણાઇ રહ્યું છે. મહેસાણા જીઆઈડીસીના ગેટ નંબર-2 પાસે આવેલા બજરંગ સ્ક્રેપ ટ્રેડર્સની ઓરડીમાં જુગાર રમતાં 6 શખ્સોને એલસીબીએ ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂ.22,170ની રોકડ અને 4 મોબાઈલ મળી રૂ.59,170નો મુદ્દામાલ કબજે લઈ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

એલસીબી પીઆઈ એ.એમ. વાળા, પીએસઆઈ એ.કે. વાઘેલા તેમજ સ્ટાફના માણસોએ મહેસાણા જીઆઈડીસીના ગેટ નંબર-2 પાસે આવેલી બજરંગ સ્ક્રેપ ટ્રેડર્સની ઓરડીમાં નિલકંઠનગર સોસાયટીમાં રહેતો જીતેન્દ્ર જયરામભાઈ કુશવાહ બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે રેડ કરતાં 6 શખ્સો જુગાર રમતાં ઝડપાઈ ગયા હતા. પોલીસે જુગાર સ્થળેથી રૂ.22,170 રોકડ રકમ, રૂ.37 હજારના 4 મોબાઈલ મળી કુલ રૂ.59,170નો મુદ્દામાલ કબજે લીધો હતો..

પત્તાં ટીચતાં પોલીસના હાથે ઝડપાયેલા શખ્સો
1. જીતેન્દ્ર જયરામભાઇ કુશવાહ રહે.નિલકંઠનગર સોસાયટી, મહેસાણા
2. અરવિંદ ગોવિંદભાઇ પટેલ રહે. વિનાયક સોસાયટી, મહેસાણા
3. હાર્દિક અમૃતલાલ પટેલ રહે. દેવકૃપા સોસાયટી, મહેસાણા
4. કૌશિક નાથાલાલ પટેલ રહે.રાંતેજ-રામપુરા, તા.બહુચરાજી
5. હાર્દિક બળદેવભાઇ સુથાર રહે. મોહનનગર સોસાયટી, મહેસાણા
6. ભીખાભાઇ નટવરલાલ પટેલ રહે.રાંતેજ-રામપુરા, તા.બહુચરાજી

અન્ય સમાચારો પણ છે...