ઉનાળુ વાવેતર સિઝનના પ્રથમ સપ્તાહના અંતે ઉત્તર ગુજરાતની 58204 હેક્ટર જમીનમાં વાવેતર થઇ ચૂક્યું છે. સિઝનના અંદાજ સામે પ્રથમ સપ્તાહમાં 14.51% વિસ્તારમાં વાવેતર થયું છે. ઉલ્લેખનિય છે કે, કૃષિ વિભાગ દ્વારા ચાલુ ઉનાળુ સિઝનના અંતે ઉત્તર ગુજરાતની 4,00,995 હેક્ટરમાં વાવેતર થવાનો અંદાજ મુકાયો છે.
કૃષિ વિભાગે ઉનાળુ સિઝનમાં ઉત્તર ગુજરાતની 4,00,995 હેક્ટરમાં વાવેતરના અંદાજ પૈકી મહેસાણા જિલ્લાની 42,697 હેક્ટર, પાટણ જિલ્લાની 16,713 હેક્ટર, બનાસકાંઠા જિલ્લાની 2,97,911 હેક્ટર, સાબરકાંઠા જિલ્લાની 23627 હેક્ટર અને અરવલ્લી જિલ્લાની 20047 હેક્ટર જમીનમાં વાવેતર થવાનો અંદાજ છે. તેની સામે પ્રથમ સપ્તાહમાં મહેસાણામાં 11021 હેક્ટર, પાટણમાં 5075 હેક્ટર, બનાસકાંઠામાં 26262 હેક્ટર, સાબરકાંઠામાં 11831 હેક્ટર અને અરવલ્લીમાં 4015 હેક્ટર જમીનમાં વાવેતર થઇ ચૂક્યું છે.
પાક પ્રમાણે વાવેતરની સ્થિતિ જોઇએ તો, 23630 હેક્ટર સાથે સૌથી વધુ બાજરીનું વાવેતર થયું છે. ઉપરાંત ઘાસચારાનું 22721 હેક્ટર, શાકભાજીનું 4650 હેક્ટર, મગફળીનું 3405 હેક્ટર, મકાઇનું 966 હેક્ટર, મગનું 907 હેક્ટર, તલનું 130 હેક્ટર, ગુવાર ગમનું 29 હેક્ટર અને ડુંગળીનું 1 હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે મહેસાણાના કડી પંથકની 180 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર થઇ ચૂક્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.