ચાઈનીઝ દોરીના વેપલા પર પોલીસની તરાપ:મહેસાણાના ફુદેડા અને ડભોડામાંથી ચાઇનીઝ દોરીના 58 રીલ ઝડપાયા, બે વેપારીઓ સામે ગુનો નોંધાયો

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં લાડોલ અને ખેરાલુ પોલીસે ચાઈનીઝ દોરીનો વેપાર કરતા વેપારીઓ પર તવાઈ બોલાવી છે. પોલીસે ફુદેડા અને ડભોડા ગામેથી પ્રતિબંધિત દોરીના 58 રીલ કબ્જે કરી બે ઈસમો સામે ગુનો દાખલ કર્યો હતો.

બાતમીના આધારે પોલીસે રેડ પાડી
મહેસાણા જિલ્લામાં ચાઇનીઝ દોરી વેચતા ઈસમોને ઝડપવા અલગ અલગ વિસ્તારમાં પોલીસ વોચ ગોઠવી છે. ત્યારે મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુરના લાડોલ પોલીસે ફુદેદા ગામે રહેતો ચૌહાણ શંકર કાળુંજી પોતાના ઘરે ચાઇનીઝ દોરી રાખી વેપાર કરતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે રેડ કરી પોલીસે 2300 રૂપિયાની 23 રીલ ઝડપી લીધી હતી.
વેપારીઓ પર ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ
ખેરાલુ પોલીસ મથકમાં સ્ટાફને બાતમી મળી હતી કે ડભોડા ગામે ઉગમના વાસમાં રહેતો ઠાકોર આકાશ ધનાજી પોતાના ઘરે ચાઇનીઝ દોરી રાખી વેપાર કરે છે. બાતમીના આધારે ખેરાલુ પોલીસે પણ રેડ કરી ચાઈનીઝ દોરીના 35 રીલ કિંમત 7000ની દોરી ઝડપી ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...