કોરોના રસીકરણ:જિલ્લામાં બે દિવસમાં 57779 છાત્રોએ રસી લીધી

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 55% રસીકરણ| કુલ 1.04 લાખ પૈકી પ્રથમ દિવસે 27,790 અને બીજા દિવસે 29,989 કિશોરોને રસી અપાઈ

મહેસાણા જિલ્લામાં 15 થી 18 વર્ષની વયના કિશોરોને કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત બે દિવસમાં 57,779 કિશોરોને રસી આપી દેવામાં આવી હતી. પ્રથમ દિવસે 27,790 અને બીજા દિવસે 29,989 મળીને કુલ લક્ષાંકના 55 ટકા કિશોરોને રસી આપી દેવામાં આવી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

અત્યાર સુધીમાં સૌથી વધારે રસીકરણ જોટાણા તાલુકામાં 68.7 ટકા અને સૌથી ઓછું કડી તાલુકામાં 48.1 ટકા થયું છે. મંગળવારે બહુચરાજી તાલુકામાં 1100, જોટાણા તાલુકામાં 818, કડીમાં 5054, ખેરાલુમાં 1778, મહેસાણામાં 7388, સતલાસણામાં 1330, ઊંઝામાં 1993, વડનગરમાં 2382, વિજાપુરમાં 4313 અને વિસનગર તાલુકામાં 3833 છાત્રોને રસી અપાઇ હતી. ઉલ્લેખનિય છે કે, બાળકોમાં રસીકરણમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મારા દાદાએ વેક્સિન લીધી હોત તો બચી જાત
પરા માધ્યમિક શાળામાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેનાર બંસરી પંચાલે કહ્યું કે, બીજી લહેરમાં મારા દાદા બળદેવભાઈનું કોરોનાથી અવસાન થયું હતું. તેમણે વેક્સિન લીધી હોત તો બચી શક્યા હોત. તેથી મેં પણ વેક્સિન લીધી છે.
બીજી લહેરમાં મારા દાદાને બચાવી શકાયા હોત
અમરપરામાં દેવદર્શન સોસાયટીમાં રહેતી અને પરા શાળામાં રસી લેનાર માયા રાઠોડે કહ્યું કે, મારા પિતાના કાકા ધનજીભાઈને બીજી લહેરમાં કોરોના થતાં બચાવી શકાયા નહોતા. અમે વેક્સિન લેવાની તક મળતાં લઈ લીધી છે.

મહેસાણા : 15 થી 18 વર્ષના કિશોરોનું રસીકરણ

તાલુકો3 જાન્યુ.4 જાન્યુ.લક્ષાંકરસીકરણટકા
1. બહુચરાજી79311003753189350.4
2. જોટાણા9518182575176968.7
3. કડી3754505418323880848.1
4. ખેરાલુ263417787099441262.1
5. મહેસાણા64837388269181387151.5
6. સતલાસણા123913305212256949.3
7. ઊંઝા261319937664460660.1
8. વડનગર192523828622430750
9. વિજાપુર3342431311698765565.4
10. વિસનગર4056383312261788964.3
કુલ27790299891041255777955.5
અન્ય સમાચારો પણ છે...