છેતરપિંડી:તબેલો બનાવવાનું કહી ગોધરાના કિન્નરે વસઈના ભેંસોના વેપારી સાથે 5.73 લાખની ઠગાઈ આચરી

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિજાપુરના વસઇના વેપારીએ કિન્નર અને તેના સાગરીત સામે છેતરપિંડીની ફરિયાદ
  • ગોધરાના ટુવા ગામનો કિન્નર મહેસાણાથી ખરીદેલ 8 ભેંસોના રૂપિયા ન ચૂકવી છૂ

તબેલો બનાવવાનું કહી ગોધરાના ટુવા ગામનો કિન્નર અને તેનો સાગરીત વસઈ ગામના રબારી વેપારી પાસેથી જિલ્લામાંથી 8 ભેંસો લઈ જઈ તેના રૂપિયા નહીં ચૂકવી રૂ. 5.73 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ વસઈ પોલી સમાં મથકે નોંધાઇ છે. વિજાપુર તાલુકાના વસઈ ગામના જીવરાજભાઈ રામજીભાઈ રબારી જય ગોગા ફાર્મ નામે તબેલો ધરાવે છે અને મિત્ર લાભુભાઈ દેસાઈ સાથે ભેંસોનો વેપાર કરે છે. ગત 3 નવેમ્બરે જીવરાજભાઈ અને લાભુભાઈ બંને ગોધરા તાલુકામાં વેચેલી ભેંસોના રૂપિયા લેવા અંબાલી ગામે તેમના મિત્ર પુનમભાઈ પાસે ગયા હતા.

જ્યાં તેમણે કિન્નર હિરલ માસી આહીરની ઓળખાણ કરાવી હતી. હિરલ માસીને તબેલો બનાવવો હોઇ થોડા દિવસો બાદ તેમના સાગરીત ચંદ્રેશભાઇ (ચંદુ) સાથે તબેલા પર ભેંસો લેવા આવ્યા હતા. ત્યારે જીવરાજભાઈએ વિસનગર તાલુકાના ધારુસણા, કમાલપુર અને ખરવડા સહિતના ગામે તબેલામાંથી 8 ભેંસો રૂ.100 ટોકન આપી ખરીદી હતી અને બાકીના રૂ.5.73 લાખ ચૂકવવાની પોતે જવાબદારી લીધી હતી. તેમની દલાલીના થતા રૂ.4 હજાર હિરલ માસીએ તેમને ચૂકવી દીધા હતા અને બાકીના રૂપિયા સોમવારે બેંક ખુલતાંની સાથે જ આપી દેવાનું કહેતાં જીવરાજભાઈએ ખરીદેલી તબેલો બનાવવાનું કહી ઠગાઇ 8 ભેંસો ટ્રક બોલાવી માસીના ગામ ગોધરા તાલુકાના ટુવા ગામે ભરાવીને મોકલી આપી હતી.

વાયદા મુજબ જીવરાજભાઈએ સોમવારે હિરલ માસીને ફોન કરતાં બંધ આવતો હતો. આથી મિત્ર પૂનમભાઈ પાસે માસીના ઘરે ખાતરી કરાવતાં ઘર બંધ હતું. આથી જીવરાજભાઈ તેમના મિત્ર લાભુભાઈ સાથે ઉઘરાણી કરવા ટુવા ગામે ગયા હતા.જ્યાં જાણવા મળ્યું હતું કે તેમની પાસેથી ખરીદેલી ભેંસોનો માસીએ બારોબાર વેપાર કરી દીધો છે અને ઘર બંધ કરી સામાન ભરી ક્યાંક જતા રહ્યા છે. ભેંસો ખરીદીને રૂપિયા નહીં આપી છેતરપિંડી આચરી હોવાનું માલુમ પડતાં જીવરાજ દેસાઇએ વસઈ પોલીસ મથકે ભીખુ ઉર્ફે હિરલ ઉર્ફે રવિના નારાયણભાઈ સોલંકી (મૂળ રહે. કોયલાણા, તા. માણાવદર, હાલ રહે. ટુવા, તા.ગોધરા) ચંદ્રેશ ઉર્ફે ચંદુ માલદેવભાઈ ભોચીયા (રહે. વિસોત્રી, તા. જામખંભાળિયા, જિ. દ્વારકા) સામે ફરિયાદ નોંધાવી છે.

જિલ્લામાં 80 વર્ષથી વધુ વયના પસંદ કર્યો છે. આ બેલેટ તૈયાર થયા પછી મતપેટી લઇને બુથની ટીમ આ મતદારોના ઘરે જઇ મતદાન કરાવશે. ટપાલમતનો વિકલ્પ પસંદ કરનાર દિવ્યાંગોમાં ખેરાલુમાં 10, ઊંઝામાં 7, વિસનગરમાં 2, બહુચરાજીમાં 1, કડીમાં 7, મહેસાણામાં 5 અને વિજાપુરમાં 10 મળીને 42 મતદારો છે.

ધારુસણા, કામલપુર, ખરવડાથી 8 ભેંસો ખરીદી હતી
ધારુસણાથી 1.74 લાખની 2 ભેંસો, કામલપુરથી 1.58 લાખની 2 અને 74 હજારની 1 મળી 3 તેમજ ખરવડાથી 1.22 લાખની 2 મળી 5.73 લાખની કુલ 8 ભેંસો કિન્નર હિરલ માસીએ ખરીદી હતી.

અન્ય સમાચારો પણ છે...