પરીક્ષા:જિલ્લામાં ધોરણ-6 અને 9 ના 5725 છાત્રોએ શિષ્યવૃત્તિની પરીક્ષા આપી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લાના 10 તાલુકાના 24 શાળા કેન્દ્રો પર સ્કોલરશીપની પરીક્ષા યોજાઈ હતી.

જિલ્લાના 10 તાલુકાના 24 કેન્દ્રોમાં બપોરે 12.30 થી 3.30 સુધી શિષ્યવૃત્તિ માટે ધોરણ 6 અને 9ના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઇ હતી. જેમાં પ્રાથમિક શાળાઓના ધોરણ 6ના 5594 નોધાયેલ વિદ્યાર્થીઓ પૈકી 4764 વિદ્યાર્થીઓએ 13 શાળા કેન્દ્રોમાં પરીક્ષા આપી હતી અને 1230 ગેરહાજર રહ્યા હતા. જ્યારે માધ્યમિકના ધોરણ 9ના 1629 નોધાયેલ વિદ્યાર્થીઓ પૈકી 961 વિદ્યાર્થીઓએ 11 શાળા કેન્દ્રોમાં પરીક્ષા આપી હતી, જ્યારે પરીક્ષા દરમિયાન 668 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...