તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:મહેસાણામાં 56 વર્ષીય વ્યક્તિને ઓનલાઇન મિત્રતા કરવી ભારે પડી, સામાન લેવાની લાલચમાં રૂ.28 લાખ ખોયા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેસબુકના માધ્યમથી ડો.પુગેલ રોઝ નામના વ્યક્તિ સાથે વાતચીત કરવા જતાં લાખો ગુમાવ્યા
  • મિત્રતા કેળવી પૈસા, દાગીના ભરેલું પાર્સલ મોકલ્યું હોવાના બહાને રૂપિયા પડાવ્યા

સોશિયલ મીડિયામાં છેતરપિંડીની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ઓનલાઇન ઠગાઈની ઘટના મહેસાણાના એક વ્યક્તિ સાથે બનવા પામી છે. જેમાં આ વ્યક્તિને ઓનલાઇન મિત્રતા બાંધવી ભારે પડી છે. તેમજ ઓનલાઇન અજાણ્યા મિત્રે મહેસાણાના વ્યક્તિ પાસે રૂ.28 લાખની ઠગાઈ કરી હોવાની ઘટના સામે આવી છે.

ફેસબુક એકાઉન્ટમાં ડો. પુગેલ રોઝ નામની વ્યક્તિની રિકવેસ્ટ આવી

મહેસાણામાં આવેલી પાલાવાસણા ઓએનજીસી કોલોની સામે આવેલા રિદ્ધિ સિદ્ધિ બંગલોમાં રહેતા અને ઓએમજીસીમાં એન્જિનીયર તરીકે ફરજ બજાવતા 65 વર્ષીય ચંદ્રકાન્ત સક્સેના નામના વ્યક્તિ સાથે ઓનલાઈન મારફતે રૂપિયા 28 લાખની ઠગાઈ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મહેસાણાના આ વ્યક્તિને છ મહિના પહેલા પોતાના ફેસબુક એકાઉન્ટમાં ડો. પુગેલ રોઝ નામની વ્યક્તિની રિકવેસ્ટ આવી હતી. જે આ ઇસમે સ્વીકારી હતી. ત્યારબાદ બંને વ્યક્તિ પોતાના મોબાઈલ નંબર અને વોટ્સએપ દ્વારા વાતચીત થતા મિત્રતા બંધાઈ હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર મળેલા મિત્રે મહેસાણાના વ્યક્તિ માટે સામાન મોકલવાની વાતમાં લાલચાવીને અલગ અલગ એકાઉન્ટ મારફતે કુલ રૂ.28 લાખ પડાવી લીધા હતા.

ડો.પુગેલ રોઝ નામની વ્યક્તિએ દાગીના અને કપડાં કુરિયરથી મોકલવા વાત કરી

મહેસાણાના આધેડ અને સોશિયલ મીડિયા દ્વારા મળેલા મિત્ર ડો.પુગેલ રોઝ નામની વ્યક્તિ વચ્ચે ઘણા સમયથી વાતચીત થતી હતી. ત્યારબાદ ડો.પુગેલ રોઝે મહેસાણાના ફરિયાદી માટે સામાન મોકલવાની વાત કરી હતી. જેમાં પૈસા, દાગીના તેમજ કપડાં મોકલવાની વાત વોટ્સએપ દ્વારા કરવામાં આવી હતી. જેથી સામાનના કુરિયર છોડાવવા માટે કેનરા બેન્કમાં રૂ.87,300 નાખવા કહેલુ ત્યારબાદ લાલચમાં આવી મહેસાણાના આ વ્યક્તિએ પોતાના ખાતામાંથી ઓનલાઇન મારફતે પૈસા મોકલી આપ્યા હતા.

કુરિયરની લાલચમાં કુલ 23 વખત અલગ અલગ લોકોના ખાતામાં પૈસા મોકલી અપાયા

પ્રથમ વખત કુરિયર છોડાવવા માટે કેનરા બેન્કમાં મહેસાણાના વ્યક્તિએ 87,300 રૂપિયા ઓનલાઇન મોકલી આપ્યા હતા. જે બાદમાં દિલ્હી મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સ સર્ટિફિકેટ તેમજ ATM કાર્ડ અને પિન મેળવવા અજાણ્યા વ્યક્તિએ અલગ અલગ બેન્કના ખાતા નમ્બર આપ્યા હતા. જેમાં ભોગ બનનારે 18 ફેબ્રુઆરીથી 25 માર્ચ સુધીમાં પોતાના ખાતામાંથી 23 વાર અલગ અલગ બેન્કમાં કુલ 28 લાખ 90 હજાર 593 રૂપિયા મોકલી આપ્યા હતા.

કાર્ગો એક્સપ્રેસના કુરિયરની સ્લીપ અને રોયલ બેન્કનો 40 લાખનો ચેક આપ્યો

જે બાદમાં ભોગ બનનારના મોબાઈલ નંબર પર કાર્ગો એક્સપ્રેસના કુરિયરની સ્લીપ અને રોયલ બેન્કનો 40 લાખનો ચેક જેમાં GBP ભરેલી હતી. તેમજ મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સ સર્ટિફિકેટ અને ATM કાર્ડ ભોગ બનનારને કુરિયર મારફતે મોકલી આપ્યું હતું. તેમજ 28 લાખ આપ્યા છતાં ભોગ બનનારને પોતાનું કુરિયર ના મળતા ભોગ બનનારે સોશિયલ મીડિયામાં મળેલા મિત્ર ડો.પુગેલ રોઝ અને અલગ અલગ નમ્બર પરથી કોલ કરનાર ઈસમો સામે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...